દિગ્ગજ કોંગ્રેસી નેતા પી ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમના ઠેકાણાઓ પર કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈએ દરોડાની કાર્યવાહી હાથ ધરી છે. કાર્તિ ચિદમ્બરમના દિલ્હી અને ચેન્નાઈના 7 ઠેકાણાઓ પર સીબીઆઈએ દરોડા પાડ્યા છે. જો કે સીબીઆઈ તરફથી આ અંગે કોઈ જાણકારી આવી નથી કે આ દરોડાની કાર્યવાહી કયા મામલે થઈ રહી છે. અત્રે જણાવવાનું કે પી ચિદમ્બરમ યુપીએ સરકારમાં નાણામંત્રી અને ગૃહમંત્રી રહી ચૂક્યા છે.
રેડની કાર્યવાહી બાદ કાર્તિ ચિદમ્બરમે ટ્વીટ કરીને જણાવ્યું કે હું ગણતરી ભૂલી ગયો છું, આ કેટલીવાર થયું? એક રેકોર્ડ હોવો જોઈએ. કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈના અધિકારીઓએ કાર્તિ ચિદમ્બરમના ઘર અને ઓફિસ સહિત અનેક ઠેકાણે દરોડા પાડ્યા છે.