Satya Tv News

વધતા તાપમાનની અસર ફક્ત સામાન્ય નાગરિકો પર જ નહીં, પણ પાકને પણ ભારે નુકસાન થઈ રહ્યું છે. ભયંકર ગરમીના કારણે ટામેટાના પાકમાં મોટુ નુકસાન થઈ રહ્યું છે. જેની અસર હવે કિમતો પર પડી રહી છે. છેલ્લા 15 દિવસમાં ટામેટાના ભાવમાં લગભગ 100 ટકાનો વધારો આવ્યો છે અને તેના ભાવ હવે 80થી 90 રૂપિયાની આસપાસ થયા છે. હાલમાં જથ્થાબંધ ટામેટાના ભાવ 40થી 45 રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યા છે. તો વળી છૂટક બજારમાં તેના રેટ 80થી 90 રૂપિયાની વચ્ચે છે. જો કે, ભાવમાં વધારો થવાનો ખેડૂતોને કોઈ લાભ મળતો દેખાતો નથી, આ વધેલી કિંમતોના લાભ વેપારીઓ ઉઠાવી રહ્યા છે.

ઉત્તર ભારતમાં માર્ચથી ભીષણ ગરમી પડવા લાગી હતી. તેની અસર ટામેટાના પાક પર પડી છે. કેટલાય રાજ્યોમાં છેલ્લા કેટલાય વર્ષની સરખામણીએ આ વર્ષે ટામેટાનો પાક 50થી 60 ટકા ઓછો થયો છે. તેનાથી દિલ્હી અને આજૂબાજૂના વિસ્તારમાં અચાનક આવક ઘટવા લાગી. ડિમાન્ડના હિસાબે સપ્લાઈ ન થવાના કારણે ટામેટાના ભાવમાં ભારે વધારો આવ્યો. શાકમાર્કેટના વેપારીઓનું કહેવુ છે કે, ભીષણ ગરમીના કારણે પાક બરાબર થયો નહીં, તેના કારણે ઉત્પાદન ઓછુ થયું છે.

નોઈડની બજારના શાકભાજીના વેપારીઓનું કહેવુ છે કે, અઠવાડીયા પહેલા ટામેટાના ભાવ 30થી 40 રૂપિયા પ્રતિ કિલો હતો, પણ છેલ્લા એક અઠવાડીયા બાદ અચાનક ટામેટાના ભાવમાં જથ્થાબંધ 50 રૂપિયા સુધી પહોંચી ગયા હતા. આ જ કારણ છે કે, શાકભાજીના વેપારી બજારમાં 80 રૂપિયે કિલો ભાવ પર ટામેટા વેચી રહ્યા છે. તેમનું કહેવુ છે કે, જો આનાથી ઓછા ભાવે અમે ટામેટા વેચીશું તો અમને નુકસાન જશે. ટ્રાંસપોર્ટેશન મોંઘુ થવાના કારણે અમુક રાજ્યમાં 80 રૂપિયાના ભાવે ટામેટા વેચવા પડે છે.

error: