દેડિયાપાડા તાલુકાના માથાસર ગામનો એક યુવક બકરાં ચરાવવા જંગલમાં ગયેલો જ્યાં નર્મદા ડેમના પાણીમાં ડુબી જવાથી યુવકનું મોત નીપજ્યું હતું. યુવકની લાશ ગરૂડેશ્વર પોલીસ સ્ટેશનની હદમાં મળી આવતા ગરૂડેશ્વર પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો છે.
દેડિયાપાડા તાલુકાના માથાસર ગામનો પટેલ ફળિયામાં રહેતો જિજ્ઞેશ લાલજી વસાવા ઉંમર વર્ષ આશરે 28, 15 મેં રોજ સવારે બકરાં લઈ જંગલમાં ચરાવવા ગયેલો અને સાંજના પરત ઘરે આવેલો નહીં. જયારે બધા બકરા આવી ગયા હતા. ગામના આજુબાજુના ઘરો તેમજ ફળિયામાં તેની શોધખોળ કરતાં તે મળી આવેલ નહિ. ૧૬ મે ના રોજ વહેલી સવારે છ વાગ્યાના સુમારે શુરપાણેશ્વર ગામના કુવાબાર ફળિયામાં નર્મદા ડેમના પાણીનો ઘેરાવો થયેલો છે. તે વિસ્તારમાં શોધવા નીકળેલા તે દરમ્યાન તે નદીના ઘેરાવા વાળા પાણીમાં સાત વાગ્યાના અરસામાં આ યુવકની લાશ કિનારે તરતી જોવા મળેલી હતી. યુવકનું પાણીમાં ડુબી જવાથી તેનું મોત નિપજ્યું હોવાનું પ્રાથમિક તારણ માનવામાં આવી રહ્યું છે.
ગરૂડેશ્વર પોલીસ સ્ટેશનમાં લાલજી પોયરા વસાવા રહે માથાસર .પટેલ ફળિયું તા. દેડિયાપાડા જિ. નર્મદા એ ખબર આપતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો છે.
વિડીયો જર્નાલિસ્ટ સર્જન વસાવા,સત્યા ટીવી દેડીયાપાડા