બોલેરો પીકઅપમાં બનાવેલ ચોર ખાનામાંથી વિદેશી દારૂની બોટલો છુપાવાઈ
વિદેશી દારૂની બોટલ નંગ- ૧૯૬સહિત કુલ્લે કિ.રૂ.૩,૫૬,૪૦૦નો મુદ્દામાલ ઝડપાયો
ગુજરાતમા દારૂબંધી હોવા છતાં દારૂનું પાછલે બારણેથી ધૂમ દારૂ વેચાય છે. પોલીસની નજરથી બચવા બુટલેગરો દારૂને છુપાવવા અલગ અલગ પેંતરા રચતા હોય છે. તાજેતરમા દારૂ છુપાવવાનો બુટલેગરોએ એક નવો નુસખો અજમાવ્યો છે જોકે એમાં પકડાઈ જતા બોલેરો પીકઅપમાં બનાવેલ ચોર ખાનામાંથી વિદેશી દારૂની બોટલો છુપાવાઈ હતી તે વિદેશી દારૂની બોટલ નંગ- ૧૯૬સહિત કુલ્લે કિ.રૂ.૩,૫૬,૪૦૦નો મુદ્દામાલ કબજે કરાયો છે.




એલ.સી.બી. નર્મદા પોલીસે પ્રશાંત ઝુંબે, પોલીસ અધિક્ષકની સૂચના મુજબ એ.એમ.પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. નર્મદાને બાતમી મળેલ કે એક રાખોડી કલરની મહીન્દ્રા કંપનીની બોલેરો પિકઅપ ફોર વ્હીલ ગાડી નં. GJ-02-CA-1906 માં ચોર ખાનામાં ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂ સંતાડીl સેલવાસથી રાજપીપલાના હરેશભાઇ ઉર્ફે હરેશ કાણીયો ધર્મશંકર ભટ્ટ નાઓએ સદર ઇગ્લીશ દારૂ મંગાવેલ છે. જે બાતમી હકિકત આધારે એલ.સી.બી. સ્ટાફના માણસોએ રાજપીપલા ટાઉન વિસ્તારની હરસિધ્ધી માતાજીના મંદિર પાસે નાકાબંધીમાં હતા તે દરમ્યાન બાતમીવાળી બોલેરો પીકઅપ આવતા તેને રોકવાનો ઇશારો કરતા રોકેલ નહી. અને ભાગવા લાગેલ. એ દરમ્યાન બોલેરો પીકઅપનો પીછો કરી સંતોષ ચાર રસ્તા પાસે ઝડપી પાડી બોલેરો પીકઅપ ચાલક ધોલારામભાઇ ભગીરથરામ બિસનોઇ રહે.રતનપુરા ગામ તા.ચિત્તલવાના જી.જાલોર (રાજસ્થાન)ની પુછપરછ કરતાં તેમજ બોલેરો પીકઅપની ઝડતી તપાસ કરતાં ચોરખાનામાં ઇગ્લીશ દારૂની અલગ-અલગ બ્રાન્ડની નાની-મોટી બોટલ મળી કુલ-૧૯૬ કિ.રૂ. ૫૦,૪૦૦/- તથામોબાઇલ નંગ-૧ કિ.રૂ.૫૦૦૦/- તથા રોકડ રકમ રૂ. ૧૦૦૦/- તથા બોલેરો પીકઅપ-૧ કિ.રૂ. ૩,૦૦,૦૦૦/- મળી કુલ્લે કિ.રૂ. ૩,૫૬,૪૦૦/- ના મુદ્દામાલ સાથે બોલેરો પીકઅપ ચાલકને ઝડપી તથા પ્રોહી મુદ્દામાલ મંગાવનાર હરેશભાઇ ઉર્ફે હરેશ કાણીયો ધર્મશંકર ભટ્ટ રહે.રાજપીપલા તા.નાંદોદ જી.નર્મદા તથા મોકલનાર હનુમાનરામ અર્જુનરામ નઇ રહે.બાંડ તા.ગુડમાલાણી જી બાડમેરનાને ગુનાના કામે વોન્ટેડ જાહેર કરીરાજપીપલા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વિડીયો જર્નાલિસ્ટ દીપક જગતાપ,સત્યા ટીવી રાજપીપલા