Satya Tv News

ગત વર્ષે સામે આવેલા અને ખૂબ જ ચર્ચિત એવા કથિત પોર્ન રેકેટ કેસ મામલે બોલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને ઉદ્યોગપતિ રાજ કુંદ્રા સામે કેસ દાખલ થયો છે. ઈડી (ED)એ રાજ કુંદ્રા સામે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ એટલે કે, FEMA અંતર્ગત કેસ દાખલ કર્યો છે. ગત 20 જુલાઈના રોજ મુંબઈ પોલીસ ક્રાઈમ બ્રાંચે આ મામલે રાજ કુંદ્રાની ધરપકડ કરી હતી.

મુંબઈ પોલીસે જુલાઈમાં રાજ કુંદ્રાની ધરપકડ પહેલા ફેબ્રુઆરી મહિનામાં આ મામલે 5 લોકોની ધરપકડ કરી હતી. આ કેસમાં સામેલ આરોપીઓ કથિતરૂપે અશ્લીલ ફિલ્મો બનાવી રહ્યા હતા અને વેબ સીરિઝ કે બોલિવુડ ફિલ્મોમાં રોલ અપાવવાની લાલચ આપીને લોકોને ઠગી રહ્યા હતા. મહત્વાકાંક્ષી મોડેલ્સ અને અભિનેતાઓને ફિલ્મોમાં રોલ અપાવવાનું કહીને તેમને અશ્લીલ ફિલ્મો કરવા માટે કહેવામાં આવ્યું હતું.

તેના શૂટિંગ મડ દ્વીપ કે મલાડ ખાતે અક્સા પાસે ભાડાના બંગલો કે એપાર્ટમેન્ટમાં થયા હતા. શૂટિંગ દરમિયાન આરોપી અભિનેત્રીઓને એક અલગ સ્ક્રીપ્ટ માટે શૂટ કરવા કહેતો હતો અને તેમને ન્યૂડ સીન શૂટ કરવા માટે પણ કહેતો હતો. જો કોઈ એક્ટ્રેસ ના પાડે તો તેમને કથિત ધમકી આપવામાં આવતી અને પછી શૂટિંગનો ખર્ચો આપવા માટે પણ કહેવામાં આવતું.

error: