નાંદોદ તાલુકાના અણીજરા ગામ પાસે આવેલ ઢાળવાળા રસ્તા પરટ્રેકટર પલ્ટી ખાતા એકનું મોત નીપજ્યું હતું. જયારે બે ને ગંભીર ઇજા થવા પામી હતી
આ અંગે રાજપીપલા પોલીસ મથકે ફરીયાદીજયદિપભાઈ નટુભાઈ બારીયા ( રહે.સોઢલીયા તા.નાંદોદ) એ આરોપી અર્જુનભાઈ મગનભાઈ બારીયા (મીની ટ્રેક્ટર રજી.નં.GJ-22-8031 નો ચાલક (રહે.સોઢલીયા તા.નાંદોદ) સામે ફરિયાદ નોંધાઈ છે.
ફરિયાદની વિગત અનુસાર આરોપી પોતાના કબજાનુ મીની ટ્રેક્ટર જેનો રજી.નં GJ-22-8031 ને પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી ટ્રેક્ટર પલટી ખવડાવી સાહેદ સુમિતભાઈ બારીયા ને ડાબા હાથના કોણીના ભાગે ઇજા તથા આરોપીને પણ ડાબા પગના પંજાના ઉપરના ભાગે ઇજા કરેલ હોય તથા શિવમભાઈ ને માથાના ભાગે ગંભીર ઇજા થવાથી મોત નીપજતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વિડીયો જર્નાલિસ્ટ દીપક જગતાપ,સત્યા ટીવી રાજપીપલા