બોક્સિંગ વર્લ્ડે તેના વધુ એક સિતારાને ગુમાવી દીધો છે. જર્મન ચેમ્પિયન બોક્સર મુસા યામકનું ચાલુ રમતમાં હાર્ટએટેકને કારણે મોત થતા ચાહકો અને રમત જગતમાં શોકનું મોજૂ ફેલાઈ ગયું હતું. જર્મનીના મ્યુનિખમા યુગાન્ડાના હમજા વાંડેરાની સામે રમાઈ રહેલી બોક્સિંગની મેચ દરમિયાન રિંગમાં યામકને જોરદાર હાર્ટએટેક આવ્યો હતો અને તેને કારણે તે ત્યાંને ત્યાં ઢળી પડ્યો હતો અને તેનું મોત થયું હતું.
રિંગની વચ્ચે થયું મોત હકીકતમાં યુરોપિયન ચેમ્પિયન અને એશિયન ચેમ્પિયનશિપના વિજેતા બોક્સર મોઝેસ (મુસા યામાક) અને યુગાન્ડાના હમઝા વાન્ડેરા વચ્ચે સ્પર્ધા ચાલી રહી હતી. દરમિયાનમાં બીજા રાઉન્ડમાં મોસેસને જોરદાર પંચ ફટકારીને વાન્ડેરાએ ફટકાર્યો. ત્રીજા રાઉન્ડના થોડા સમય પહેલા જ મૂસા રિંગમાં પડી ગયો હતો અને તે ઊભો થઈ શક્યો નહતો. તેને જોઈને ત્યાં હાજર મેચ ઓફિસિઅલ તેની પાસે પહોંચ્યો હતો અને તેને હોસ્પિટલ લઈ ગયો. ત્યાંના ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો