Skip to main content

Satya Tv News

વાલિયા નજીવા મુદ્દે યુવાનને ગામના જ ઈસમે માર મારતા પોલીસ ફરિયાદ

લાકડીના સપાટા વડે માર મારી ઈજાઓ પહોંચાડી

મારામારી અંગે વાલિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

વાલિયા તાલુકાના ડણસોલી ગામ પાસે નજીવા મુદ્દે યુવાનને ગામના જ ઈસમે માર મારતા પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે 

વાલિયા તાલુકાના ડણસોલી ગામના લીમડી ફળીયામાં રહેતા 45 વર્ષીય છના કાળીયાવસાવા ગામના જયેન્દ્રસિંહ ગણપતસિંહ વાંસીયાના ખેતરે શેરડીમાં પાણી વાળવા ગયા હતા જેઓ ત્યાંથી પરત ઘરે જમવા પોતાની સાઇકલ ઉપર આવી રહ્યા હતા તે દરમિયાન ગામમાં રહેતો લાલુ ઉર્ફે હરેશ ભરત વસાવા તેઓ ખેતર પાસે મળતા તેને લાલુ તું ક્યાં જાય છે તેમ કહેતા જ તે ઉશ્કેરાઈ ગયો હતો અને અપશબ્દો ઉચ્ચારી છના વસાવાને લાકડીના સપાટા વડે માર મારી ઈજાઓ પહોંચાડી હતી મારામારી અંગે વાલિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

વિડિઓ જર્નલિસ્ટ સંજય વસાવા સાથે સત્યા ટીવી વાલિયા

error: