Satya Tv News

રાજપીપલા નજીક આવેલ કરજણ નદીના પુલ પહેલા વળાંકમામોટર સાઇકલ અને ઇકો ગાડીને અકસ્માત નડતા અકસ્માતમા એક મહિલાનું મોત નીપજ્યું છે. આ અંગે અકસ્માત મોત ગુનાની ફરિયાદ રાજપીપલા પોલીસ મથકે નોંધાઈ છે.

જેમાં ફરીયાદીમુકેશભાઈ અમ્રુતલાલ પ્રજાપતી (ધંધો.મજુરી રહે. એકતાનગર ડેડીયાપાડા રોડ નેત્રંગ તા.નેત્રંગ જી.ભરૂચ)એ આરોપીસતિષભાઈ રમેશભાઈ વસાવા (રહે.જેસલપોર તા.નાંદોદ જી.નર્મદા)સામે ફરિયાદ નોંધી છે

બનાવની વિગત અનુસાર આરોપીએ પોતાની મોટરસાઇકલ ગાડીનં GJ.16.DE.3040 ના ચાલકે પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારીલાવી પોતાની સાઈડ છોડી રોંગ સાઈડે ચલાવી ફરીયાદીની ઈકો ગાડીને સામેથી ટક્કર મારી અકસ્માત કર્યો હતો.જેમાં નિર્મળાબેનને ડાબા હાથે ઈજા કરીહતી. તેમને સારવાર માટે સારવારમાટે હોસ્પિટલ મા ખસેડાતા તેમનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું
પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

વિડીયો જર્નાલિસ્ટ :દીપક જગતાપ, સત્યા ટીવી રાજપીપલા

error: