Satya Tv News

ડેડીયાપાડા વિસ્તારમાં લોકો દ્વારા કરાયેલી ફરિયાદ ને લઈ ધારાસભ્ય આવ્યા હરકતમાં

કરોડોનો ભ્રસ્ટાચાર બહાર આવે તો નવાઈ નહી

અમલીકરણ અધિકારીઓની મિલી ભગત કે પછી કોન્ટ્રાકટર દ્વારા કરાયેલ ભ્રસ્ટાચાર..?

દેડિયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવાએ “નલ સે જલ” યોજના ની દેડીયાપાડા તાલુકાના અનેક ગામડાઓમાં ચકાસણી કરતા ચોપડે મંજૂર પણ કામ સ્થળે અધૂરા જોવા મળ્યા હતા.


ધારાસભ્ય મહેશ વસાવાએ દેડીયાપાડા નાં ખૂર્દી, ભેંસણા, સાકળી, પીપલોદ, પાટવલી,માલ, સમોટ, ખોખરાઉંમર સહિત અનેક ગામોની મુલાકાત લીધી હતી.પાણી માટે એક મહિલાએ ધારાસભ્યશ્રી ને સંવેદનશીલ રજૂઆત નલ સે જલ યોજનાનું પાણી નથી આવતું, નથી નદીમાં પાણી અમે તો ગમે ત્યાંથી શોધીને જીવન ટકાવીશુ પણ અમારા ગાય,ભેંસ, બકરીનુ શું થશે? સાહેબ બેનની વાત સાંભળી ધારાસભ્યશ્રીએ પણ વાસ્મોના અધિકારીઓને વિજિલન્સ તપાસ ની માંગ કરી. જનતા રેડ દરમિયાન પીપલોદ ગામ સહીત અને અન્ય ગામડાઓમાં માત્ર 40 થી 50 ફૂટ ઉપર જ મોટર નાખી ને બિલ પાસ કરી લેવાયાની ગંભીર બાબતો સામે આવી છે.સાંકડી ગામે નલ સે જલ યોજના અંતર્ગત 51 લાખની વિકાસ યોજના મંજુર થયેલ છે, જે અંતર્ગત અમલીકરણ સંસ્થા ને 50 લાખ જેટલી મતબર રકમ ચૂકવી પણ દેવામાં આવી છે, અને યોજનાકીય વિકાસ કામ પૂર્ણ બતવવામાં આવ્યું છે, અને ગ્રામજનોને આ યોજના મારફત એક ટીપું પણ પાણી આજ દિન સુધી મળવા પામ્યું નથી અમલીકરણ અધિકારીઓની મિલી ભગત કે પછી કોન્ટ્રાકટર દ્વારા કરાયેલ ભ્રસ્ટાચાર..?

વિડિઓ જર્નલિસ્ટ સર્જન વસાવા સાથે સત્યા ટીવી દેડીયાપાડા

error: