સુરતમાં લોકલ વોકલ સંસ્થા દ્વારા બિઝનેસ ઇવેન્ટ યોજાઈ
લોકલ વોકલ સંસ્થા દ્વારા 9 માં ગ્રુપ નું લોન્ચિંગ કરાયું
બિઝનેસ કરવા માટે તમામ પ્રકારની માહિતી અને સેવા સંસ્થા આપે છે
750 જેટલા બિઝનેસ મેન અત્યાર સુધીમાં જોડાઈ ચુક્યા છે
સુરતના કતારગામ ખાતે લોકલ વોકલ ગ્રુપ દ્વારા 9 માં ગ્રુપ નું લોન્ચિંગ યોજાયું હતું..લોકલ વોકલ ગ્રુપ દ્વારા બિઝનેસ કરવા માટે જી તાલીમ તેમજ જૂથ માં બિઝનેસ કરવા માટે ની ઉત્તમ વ્યવસ્થા કરી આપે છે..અત્યાર સુધી 750 બિઝનેસ મેન આ ગ્રુપ માં જોડાઈ ચુક્યા છે…જેમાં આજરોજ 400 બિઝનેસ મેન સાથે ઇવેન્ટ યોજાઈ હતી
સુરતમાં લોકલ બિઝનેસ બિઝનેસ મેનો માટે નવું ગ્રુપ વોલકેનોનું લોન્ચિંગ સુરત ખાતે કરવામાં આવ્યું હતું…આ ઈવેન્ટમાં ૪૦૦ જેટલા બિઝનેસમેનો એ ભાગ લીધો હતો સાથે જ બિઝનેસના ગ્રુપ માટે બિઝનેસ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઘણા બધા વિઝિટરો એ સ્ટોલની મુલાકાત લીધી હતી લોકલ વોકલ બિઝનેસ ના ફાઉન્ડર આકાશ વઘાસિયાએ જણાવ્યું હતું કે દરેક બિઝનેસમેન ને કઈ રીતે વધુમાં વધુ બિઝનેસ મળે તે માટે સખત પ્રયત્નો કરી રહ્યા છે કોઈપણ પ્રકારના બિઝનેસમેન આ સંસ્થામાં જોડાયા અને પોતાના બિઝનેસનો ગ્રોથ કરી શકે છે…હાલ આ પ્લેટફોર્મ સુરત સિવાય આણંદ ,નડિયાદ ,વડોદરા તેમજ નાસિકમાં પણ કાર્યરત છે અને આવનારા સમયમાં ઇન્ડિયાના દરેક શહેર માં શરૂ કરવાની યોજના ઘડાઇ રહી છે માત્ર દોઢ વર્ષના ટૂંકા ગાળામાં 750 જેટલા બિઝનેસમેનો આ સંસ્થામાં જોડાઇ ચૂક્યા છે અને અનેક ગણો બિઝનેસ એકબીજાને આપી રહ્યા છે વ્યક્તિને બિઝનેસમાં આગળ વધવું હોય તે માટે આ પ્લેટફોર્મ માં જોડાય અને બિઝનેસના દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન મેળવી શકે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત અભિયાનને સુરતમાં લોકલ વોકલ બિઝનેસ દ્વારા વેગ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે લોકલ વોકલ બિઝનેસ અંતર્ગત દરેક વયજૂથના ઉદ્યોગ સાહસિકો માટે ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું
વિડિઓ જર્નલિસ્ટ કે સી વઘાસિયા સાથે દિવ્યેશ પરમાર સત્યા ટીવી સુરત