હાઇડ્રોમાંથી ડિસ્ચાર્જ થતું પાણી જમણા કાઠાની નહેરમા 429ક્યુસેક જઈ રહ્યું છે
ડાબા કાંઠામા 100 ક્યુસેક મળી કૂલ 529 ક્યુસેક પાણી ડિસ્ચાર્જ
ઉનાળાની અસહ્ય ગરમીમા 42ડિગ્રીથી વધુ અસહ્ય ગરમીની અસર નદી, તળાવો અને ડેમને પણ થઈ રહી છે.ગુજરાતના મોટાભાગના ડેમોખાલીખમ થઈ ગયા છે..ત્યારે ભરૂચ,નર્મદા જિલ્લાના ખેડૂતો માટે સાચા અર્થમા કરજણ ડેમ આશિર્વાદ રૂપ પૂરવાર થયો છે, કરજણડેમ ભરુચ નર્મદા જિલ્લાના ખેડૂતોની જીવાદોરી છે.ત્યારે એકમાત્ર કરજણ ડેમમાં ભર ઉનાળે 61.47% જેટલો જ પાણીનો જથ્થો બચ્યો છે. ભરુચ નર્મદાના ખેડૂતો માટે આશીર્વાદ રૂપ ગણાતા કરજણ ડેમમા પૂરતો પાણીનો જથ્થો છે.

કરજણ ડેમમાથી કરજણ જળાશયયોજનાના બે સ્મોલ હાઇડ્રોપાવર ચાલુ થઈ જતા હાઇડ્રો પાવર માંથી ડાબા કાઠા ના મુખ્ય નહેરમાથી 429 ક્યુસેક પાણી ડિસ્ચાર્જ થઇ રહ્યું છે.અને ડાબા કાઠામા 100ક્યુસેક જઈ રહ્યું છે. દોઢ દોઢ મેગાવોટના બે એમ કુલ ૩ મેગાવોટના સ્મોલ હાઇડોપાવરના બે વીજ યુનીટો પણ ધમધમતા થયાછે પ્રતિદીન 72000 યુનિટ વીજ ઉત્પાદન થઈ રહ્યું છે. ભર ઉનાળે બાષ્પીભવન અને પાણી છોડાતા ડેમમાં પાણીનો જથ્થોઘટતો જાય છે.તેથી ખૂબ સાચવીનેપાણીનો ઉપયોગલેવામાં આવી રહયો છે. કરજણ જળાશય યોજનાના નાયબ કાર્યપાલક ઇજનેરના જણાવ્યા અનુસાર કરજણ ડેમની આજની સપાટી 107.08મીટર છે. લાઇવ સ્ટેજ જીવંત જથ્થો307.18 મીલીયન ઘન મીટર છે, જ્યારે ગ્રોસ સ્ટોરેજ 331.19 મીલીયન ઘન મીટર છે. હાલ ડેમ 61.47% ભરાયેલો છે.અને ચોમસા સુધી ચાલે તેટલો પુરતો સ્ટોક છે,હાલ હાઇડ્રોમાં ડિસચાર્જ થતું પાણી મુખ્ય નહેરમાંકૂલ 529 ક્યુસેક છોડવામાં આવીરહ્યું છે.
નાંદોદ,ઝઘડિયા વાલીયા અને અંકલેશ્વર તાલુકાના 51OOO હેક્ટર વિસ્તારને સિંચાઇથી આવરી લેતી કરજણ જળાશય યોજનાનાકરજણ ડેમમા બચેલુ 61.47% પાણીખડૂતો માટે આશિર્વાદ રૂપ પુરવાર થઇ રહ્યું છે.
વિડીયો જર્નાલિસ્ટ દીપક જગતાપ, સત્યા ટીવી રાજપીપળા