Satya Tv News

SIAMએ રવિવારે પીએમ મોદી અને નિર્મલા સીતારમણને ટેગ કરતા ટ્વિટ કર્યુ હતું કે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાના નિર્ણયને ઓટો ઈન્ડસ્ટ્રી આવકારે છે. પરંતુ સીએનજીના ભાવમાં છેલ્લા સાત મહિનાથી વધારો થઇ રહ્યો છે. તેથી જો સીએનજીના ભાવમાં ઘટાડો કરવાથી સામાન્ય માણસને મદદ મળશે, સાર્વજનિક વાહનવ્યવહારની સુવિધા મળશે અને સ્વચ્છ વાતાવરણને સક્ષમ બનાવશે. તેમણે કહ્યું કે આ નિર્ણયથી મોંઘવારીનું દબાણ ઓછું થશે અને સામાન્ય માણસને રાહત મળશે. નિષ્ણાતોનું કહેવું છે કે સરકાર આ માંગ પર વિચાર કરીને આવનારા દિવસોમાં કિંમતમાં ઘટાડો કરી શકે છે.

error: