Satya Tv News

બોલીવુડની ગાયીકા કનિકા કપૂરને ઓળખાણની કોઈ જરૂર નથી. પોતાના અવાજથી દર્શકોના મન જીતવામાં કનિકા કૂપર માહિર છે. પરંતુ કનિકા કપૂરે હવે ચોરીના ચાર ફેરા લઈ ફરી લગ્ન જીવનની શરૂઆત કરી છે. લંડનમાં NRI બિજનેશમેન ગૌતમ સાથે કનિકા કપૂરે લગ્ન કર્યા છે. જેના કેટલીક ખાસ તસવીરો સોશિયલ મીડિયામાં શેર પણ કરી છે. છૂટાછેડાના 10 વર્ષ બાદ ફરી લગ્ન કર્યાની તસવીરો ખુબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે.

કનિકા કપૂરે પહેલા પતિથી છૂટાછેડા લીધા બાદ મુંબઈમાં આવી ગઈ હતી. જ્યાં કનિકા કપૂરે પોતાનું જુગની જી ગીત રિલીઝ કર્યું હતું. જો કે આ ગીતને દર્શકોએ ખુબ પસંદ કર્યું હતું. જીગની જી ગીતથી કનિકા કપૂરની કિસ્મત બદલાઈ. જેથી આજે કનિકા કપૂરને કોઈ ઓળખાણ આપવની જરૂર નથી રહી.

error: