Satya Tv News

કિમ : ખૂંખાર દીપડા સાથે જીવસટ્ટો ખેલ:
5 મિનિટ સુધી જીવસટ્ટો ખેલ ખેલી દીપડાને ભાગાવા મજબુર કરી દીધો
ખૂંખાર દીપડાને પાંજરે પૂરવા ચક્રોગતિમાન કર્યા
ખૂંખાર દીપડાના હુમલામા ઘવાયેલા પર 10 જેટલાં ટાકા આવ્યા

વાત કરીએ ખૂંખાર દીપડાના આતંકની..માંડવી તાલુકાના કાલીબેલ ગામના 50 વર્સીય આધેડ ગામ નજીકથી પસાર થતા હતાં એ દરમ્યાન શેરડી માંથી નીકળેલા દીપડાએ આધેડ પર હુમલો કરી દેતા આધેડ ઘભરાય ગયા હતાં. જોકે પોતા નો જીવ બચાવા ખૂંખાર દીપડા સાથે 5 મિનિટ સુધી જીવસટ્ટો ખેલ ખેલી દીપડાને ભાગાવા મજબુર કરી દીધો હતો અને ખૂંખાર દીપડાને પાંજરે પૂરવા ચક્રોગતિમાન કર્યા છે.

YouTube player

માંડવી તાલુકાના કાલીબેલ ગામના. ગઈ કાલે સવારે ઉમેદભાઈ ચૌધરી પોતાની બાઈક લઈને માંડવી તરફ આવી રહ્યા હતાં ત્યારે એમના ગામ નજીક બાઈક ઉભી રાખી સૌચક્રિયા માટે નીચે ઉતર્યા એ દરમ્યાન શેરડીના ખેતર માંથી ખૂંખાર દીપડો બહાર આવ્યો અને ઉમેદભાઈ પર ઉમલો કરી દીધો હતો.. પોતાનો જીવ બચાવા માટે દીપડા સાથે 5 મિનિટ સુધી જીવસટ્ટો ખેલ ખેલાયો હતો.. જોકે ઘભરાયેલો દીપડો ઉમેદભાઈ ને છોડીને શેરડીના ખેતર મા ભાગી ગયો હતો..આ એજ જગ્યા છે જ્યાં ગઈ કાલે દીપડાએ ઉમેદભાઈ પર હુમલો કર્યો હતો..

ખૂંખાર દીપડાના હુમલામા ઘવાયેલા ઉમેદભાઈ ચૌધરીને 10 જેટલાં ટાકા આવ્યા છે. દીપડો ઉમેદભાઈના ગળાને પકડે નહિ એમાટે ઉમેદભાઈએ પોતા નો જીવ દાવ પર ખેલી દિપડને ભગાવ્યો હતો..અમારા સંવાદતા સાથે વાત કરતા ઉમેદભાઈએ જણાવ્યું હતું કે ડિસ્કવરી પર આવતા tv શો.. ને જોઈને પોતાનો જીવ કેવીરીતે બચાવી શકાય.. એ રીતે દીપડાનો સામનો કર્યો હતો. જેથી તેમનો જીવ બચી ગયો છે. પરંતુ ઉમેદભાઈ પર થયેલા હુમલા બાદ કાલીબેલ ગામમાં દીપડાનો દર જોવા મળી રહ્યો છે.. દીપડાના ભયના કારણે ખેડૂતો પોતાના ખેતરે જતા દરી રહ્યા છે.. અને ખેત મજૂરો સાંજ પડતાજ પોતા ના ઘર ભેગા થઇ જાય છે. પરંતુ ગામ નજીક થયેલા હુમલા ના કારણે દીપડો વધુ હુમલા કરશે એવો ભય ગ્રામજનોને સટાવી રહ્યો છે..

દીપડા અને લોકો વચ્ચે વધી રહેલા ઘર્ષણના પગલે સ્થાનિકો આ વિસ્તારમા અભ્યરણ બનાવામા આવે જેથી કરી હિંશક પ્રાણી પણ સુરક્ષિત રહે અને લોકો પણ સુરક્ષિત રહે.. પરંતુ દુઃખની વાત એ છેકે. અભ્યરણ બનાવાની જાહેરાત થયા પછી પણ આ વિસ્તારમા અભ્યરણ નહિ બનતા લોકો મા નારાજગી જોવા મળે છે. દીપડાઓ દ્વારા ગયા વર્ષે પણ બાળકી નું મારણ કરવામાં આવ્યું હતું. અને 2010-11 મા અસંખ્ય લોકો પર દીપડા દ્વારા હુમલા કરવામાં આવ્યા હતાં. છતાં પણ ના સરકારી જાગી ના વનવિભાગ ની ઉંગ ઉડી જેનો ભોગ આ વિસ્તારના લોકો બની રહ્યા છે. ત્યારે આ વિસ્તારમા જેમ બને તેમ જલ્દી અભ્યરણ બનાવામા આવે જેથી કરી લોકો અને દીપડા વચ્ચે ઘર્ષણ તાળી શકાય

વિડીયો જર્નાલિસ્ટ વિવેક રાઠોડ, સત્યા ટીવી કિમ

error: