Satya Tv News

મહારાષ્ટ્ર ના લાતૂર જિલ્લામાં એક લગ્ન સમારોહમાં જમવાનું જમ્યા બાદ અંદાજે 330 લોકોની તબિયત બગડી ગઈ. ત્યારબાદ તેઓને નજીકનની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા. આરોગ્ય વિભાગના એક અધિકારીએ સોમવારના રોજ આ ઘટનાની જાણ કરી.

આ ઘટના લાતૂર જિલ્લાના નિલંગા તાલુકામાં બની છે. અહિયાં એક લગ્નમાં જમવાનું જમ્યા બાદ લોકોની હાલત બગડી ગઈ હતી. આરોગ્ય વિભાગના અધિકારીએ કહ્યું હતું કે આ ઘટના રવિવારના કેદારપુર ગામડામાં થઈ હતી અને ત્યાં હજારો લોકો માટે જમવાનું બન્યું હતું.

અધિકારી એ જણાવ્યું કે જમવાનું જમ્યા બાડ લોકોએ બેચેની થઈ આવી ફરિયાદ કરી, જ્યારે કોઈક લોકોએ ઊલટી કરવી ચાલુ કરી દીધી હતી. કેદારપુર અને જવલગા ગામમાં કુલ 336 લોકોને અંબુલ્ગા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લઇ જવામાં આવ્યા. ઘણા લોકોને વલાંદી પ્રાથમિક આરોગ્ય કેદ્રમાં ઈલાજ કરવામાં આવ્યો. હવે દરેકની હાલત સ્થિર છે અને ઈલાજનો અસર થઈ રહ્યો છે. મોટાભાગના લોકોને રજા આપી દેવામાં આવી છે.

અધિકારીએ જણાવ્યું હતું કે ફૂડ પોઇસનિંગની ફરિયાદમાં 133 લોકો જવાલગા ગામના, 178 કેદારપુરના અને 25 કાટે જવાલગામના રહવાશી છે. તેમણે જણાવ્યું હતું કે સ્થિતિ પર નજર રાખવા માટે આ ત્રણે ગામડાઓમાં આરોગ્ય વિભાગની ટીમ મોજૂદ છે.

error: