દેવમોગરા ગામે એસટી બસના ચાલકે પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી પીકઅપ વાન સાથેઅથાડી અકસ્માત કરતા અકસ્માતમા એકને ગંભીર ઇજાથવા પામી હતી. આ અંગે ચાલક સામે સાગબારા પોલીસ મથકે અકસ્માત ગુનાની ફરિયાદ નોંધાઈ છે.
જેમાં ફરિયાદી સંતોષભાઇ કાલુસિંહ ખરતે( રહે.રાજપુર-ઉપલા તા- જી.બરવાની (મધ્યપ્રદેશ)એ આરોપી એસટી બસ નં. જીજે GJ-18-Z-O708 ના ચાલક સામે નોંધાઈ છે
ફરિયાદની વિગત અનુસાર એસટી બસના ચાલકે પોતાની બસ ઉપર સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી પુરઝડપે બેફીકરાઇ અને ગફલતભરી રીતે હંકારતા બસના ડ્રાઇવર સાઇડનો ભાગ પીકઅપ નંબર MP-46-6-2528 ની સાથે અથાડી દેતા બસની ખાલી સાઇડનું ટાયર ફરીયાદીની કમરના જમણી બાજુએ અથાડી દેતા કમરમાં તથા પેટમાં તથા ગુપ્તા ભાગે ગેબી માર વાગેલ.તથા જમણા પગના ઘુંટણની નીચે છોલાઇ જતા ગંભીર ઇજાઑ પહોંચી હતીઆ અંગે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
વિડીયો જર્નાલિસ્ટ દીપક જગતાપ,સત્યા ટીવી રાજપીપલા