છેલ્લી ઓવરમાં જોવા મળ્યો મિલરનો કિલર અંદાજ, સતત 3 સિક્સ ફટકારીને ગુજરાતને ફાઇનલમાં અપાવી ટિકિટ
ગુજરાત ટાઇટન્સની ટીમે મંગળવારે પ્રથમ ક્વોલિફાયર મેચમાં રાજસ્થાન રોયલ્સ ને 7 વિકેટે હરાવીને IPL 2022 ની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. ગુજરાત ટાઇટન્સ ની ટીમે તેની પ્રથમ IPL સિઝનમાં અજાયબીઓ કરી છે અને ફાઇનલ સુધીનો પ્રવાસ કર્યો છે.
છેલ્લી ઓવરમાં જોવા મળ્યો મિલરનો કિલર અંદાજ
તેના વિસ્ફોટક બેટ્સમેન ડેવિડ મિલરે ગુજરાત ટાઇટન્સની ટીમને ફાઇનલમાં પહોંચાડવાનું કારનામું કર્યું છે. ગુજરાત ટાઇટન્સ તરફથી IPL રમનાર દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન ડેવિડ મિલરે રાજસ્થાન રોયલ્સ સામેની આ પ્રથમ ક્વોલિફાયર મેચની છેલ્લી ઓવરમાં સતત 3 સિક્સર ફટકારીને પોતાની ટીમને ફાઇનલમાં પ્રવેશ અપાવ્યો છે.
સતત 3 સિક્સર ફટકારીને ગુજરાતને આ રીતે ફાઇનલમાં અપાવી ટિકિટ
ગુજરાત ટાઇટન્સ ને છેલ્લી ઓવરમાં જીતવા માટે 16 રનની જરૂર હતી. રાજસ્થાન રોયલ્સ માટે આ ઓવર પ્રખ્યાત કૃષ્ણાની આવી. આ પછી ગુજરાત ટાઇટન્સના બેટ્સમેન ડેવિડ મિલરે પોતાનું કિલર ફોર્મ બતાવતા રાજસ્થાન રોયલ્સ ના ફાસ્ટ બોલર પ્રણામ ક્રિષ્નાના પ્રથમ ત્રણ બોલમાં છગ્ગા ફટકારીને ગુજરાતને ફાઇનલમાં પહોંચાડ્યું હતું.