Satya Tv News

ઇન્સ્ટાગ્રામ પર બે ફીચર કદાચ સૌથી વધુ પોપ્યુલર છે, રીલ્સ અને સ્ટોરીઝ. સ્ટોરીઝ ફીચરનો હેતુ આપણે જેમને ફોલો કરી રહ્યા હોઇએ એ લોકો વિશેના લેટેસ્ટ અપડેટ્સ ફટાફટ જાણવાનો છે. પરંતુ થાય છે એવું કે ઘણા લોકો એક-બે સ્ટોરી અપલોડ કરીને સંતોષ માનવાને બદલે નાની નાની વાતોની ઢગલાબંધ સ્ટોરીઝ અપલોડ કરતા રહે છે. પરિણામે થાય એવું કે આપણે જુદા જુદા લોકોની સ્ટોરીઝ જોવા માગતા હોઇએ ત્યારે કોઈ એક જ યૂઝરની પાર વગરની સ્ટોરીઝનો સામનો કરવો પડે. હવે ઇન્સ્ટાગ્રામમાં આ તકલીફનો ઉપાય આવી રહ્યો છે એ મુજબ જો કોઈ યૂઝર વધુ પડતી સ્ટોરીઝ અપલોડ કરશે તો અન્ય વ્યૂઅર્સને પહેલાં માત્ર પહેલી ત્રણ સ્ટોરી જોવા મળશે. અને બાકીની સ્ટોરીઝ હિડન રહેશે. એ સ્ટોરીઝ જોવામાં કોઈને રસ હોય તો ‘શો ઓલ’ બટન ક્લિક કરીને બધી સ્ટોરી જોઈ શકાશે. બાકી પહેલી ત્રણ સ્ટોરી પૂરી થયા પછી આપણે તરત, આપોઆપ બીજા યૂઝરની સ્ટોરી તરફ આગળ વધી શકીશું. અલબત્ત અત્યારે આ ફીચરનું હજી ટેસ્ટિંગ ચાલી રહ્યું હોય તેવું લાગે છે. જો યૂઝર્સ તરફથી પોઝિટિવ ફિડબેક મળશે તો ભારત સહિત વિવિધ દેશોમાં બધા યૂઝર્સ માટે આ ફીચર રોલઆઉટ થશે.

error: