Satya Tv News

આવકવેરા વિભાગની તપાસથી સિરામિક અને ફાઇનાન્સ પેઢીઓમાં ફફડાટ

અમદાવાદમાં એશિયન સિરામિક ગ્રુપ અને ખાનગી ફાઇનાન્સ પેઢીમાં વહેલી સવારથી જ આવકવેરા વિભાગનું સર્ચ-ઓપરેશન શરૂ થયું છે. એકસાથે 35થી 40 જગ્યાએ આવકવેરા વિભાગના દરોડા પડતાં ખાનગી પેઢીઓમાં ફફડાટ શરૂ થયો છે.

અમદાવાદમાં ઈસ્કોન ચોક પર આવેલી કોર્પોરેટ ઓફિસ પર આવકવેરા વિભાગનું સર્ચ-ઓપરેશન ચાલી રહ્યું છે. એ ઉપરાંત હિંમતનગરની ફેક્ટરી પર પણ દરોડા પાડવામાં આવ્યાં છે. સિમંધર ફાઈનાન્સ નામની ખાનગી પેઢી અમદાવાદ અને હિંમતનગરમાં ઓફિસો ધરાવે છે. એ ઉપરાંત ખાસ કરીને એશિયન સિરામિક ગ્રુપમાં મોટે પાયે તપાસ હાથ ધરાઈ છે. એશિયન ગ્રુપના ડિરેક્ટોર્સનાં નિવાસસ્થાનો પર વહેલી સવારથી જ સર્ચ-ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.

એશિયન ગ્રુપની શાખાઓ અમદાવાદ સહિત રાજ્યમાં કેટલાંક સ્થળો પર આવેલી છે. અમદાવાદમાં આવેલી મુખ્ય ઓફિસો પર પણ ઈન્કમટેક્સ વિભાગે તપાસ હાથ ધરી છે. આ તપાસના પગલે સિરામિક અને ફાઈનાન્સ પેઢીઓમાં ફફડાટ ફેલાયો છે. હાલમાં આવકવેરા વિભાગના 200થી વધુ અધિકારીઓ તપાસમાં જોડાયા છે.

error: