Satya Tv News

કાર્તિક આર્યન : ‘ભૂલ ભુલૈયા-2’ની સફળતા બાદ કાર્તિક પહોંચ્યો કાશી વિશ્વનાથ મહાદેવના દર્શન કરવા

બોલીવૂડ એકટર કાર્તિક આર્યનની ફિલ્મ ભૂલ ભુલૈયા-2 બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે અને પહેલા જ દિવસથી સારો બિઝનેસ કરી રહી છે.
સાથે સાથે કંગનાની ફિલ્મ ધાકડને પણ ભૂલ ભુલૈયા-2 બોક્સ ઓફિસ પર પછાડી ચુકી છે. ફિલ્મની સફળતાની ઉજવણી કરવા માટે કાર્તિક હવે બનારસ પહોંચ્યો છે. તેણે કાશી વિશ્વનાથ મહાદેવના દર્શન કર્યા હતા અને ગંગા આરતી માટે તે ઘાટ પર પહોંચ્યો હતો.

દર્શન કર્યા બાદ કાર્તિકે મંદિર પાસે ઉભા રહીને ખેંચાવેલી તસવીર પણ પોસ્ટ કરી છે. પોસ્ટની સાથે સાથે કાર્તિકે દર્શન બદલ પોતે નસીબદાર હોવાનુ પણ લખ્યુ છે. આ દરમિયાન ફિલ્મના પ્રોડયુસર ભૂષણ કુમાર પણ તેની સાથે હતા.

કાર્તિક આર્યન આ તસવીરમાં બહુ સિમ્પલ લૂકમાં નજરે પડી રહ્યો છે અને ચાહકો તેના લૂકના વખાણ કરી રહ્યા છે.બીજી તરફ કાર્તિકની ભૂલ ભુલૈયા-2 ફિલ્મે પહેલા સપ્તાહમાં 55 કરોડની કમાણી કરી છે અને બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઈ ચુકી છે. પહેલા દિવસે ભૂલ ભુલૈયા-2નો બિઝનેસ 14.11 કરોડ રtપિયા રહ્યો હતો અને તે આ વર્ષની સૌથી વધુ ઓપનિંગ મેળવનાર હિન્દી ફિલ્મ પણ સાબિત થઈ છે.

error: