Satya Tv News

વિશ્વમાં દેશના લોકો ધરાવે છે સૌથી ઓછી હાઇટ પરંતુ કદ કાઠી છે ખૂબ મજબૂત

આ દેશ ઓસ્ટ્રેલિયાના ડાર્વિનથી 640 કિમી ઉત્તર પશ્ચિમમાં આવેલો છે

કુલ ક્ષેત્રફળ 15410 વર્ગ કિમી છે જયારે વસ્તી 13 લાખ જેટલી છે

દરેક દેશને પોતાની એક ખાસિયત હોય છે. ચહેરા અને કદ કાઠી પરથી દેશવાસીઓ ઓળખાઇ જાય છે. આગવું કલ્ચર અને રીતરિવાજો પણ ઓળખ બની જાય છે.

આ દેશનું નામ ઇસ્ટીતિમોર એટલે કે ટિમોરે લેસ્ટ છે જે એક સમયે ઇન્ડોનેશિયાનો એક ભાગ ગણાતો હતો પરંતુ વિદ્વોહ કરીને છુટો પડયો હતો. કોલોનિયલકાળમાં પોર્ટુગીઝોનું શાસન રહયું હતું. 28 નવેમ્બર 1975માં જાતે જ સ્વતંત્ર થઇ ગયો પરંતુ ઇન્ડોનેશિયાએ નિયંત્રણ છોડયું ન હતું. છેવટે 20 મે 2002માં ઇસ્ટીતિમોરને સ્વતંત્ર દેશ તરીકે યુએન દ્વ્રારા માન્યતા આપવામાં આવી હતી.

આ દેશ ઓસ્ટ્રેલિયાના ડાર્વિનથી 640 કિમી ઉત્તર પશ્ચિમમાં આવેલો છે. તેનું કુલ ક્ષેત્રફળ 15410 વર્ગ કિમી છે જયારે વસ્તી 13 લાખ જેટલી છે. એક અંગ્રેજી વેબસાઇટમાં પ્રકાશિત માહિતી મુજબ અહીંના પુરુષોની સરેરાશ હાઇટ 159.79 સેમી છે જયારે મહિલાઓમાં 151.15થી સેમીથી વધુ ઉંચાઇ ભાગ્યે જ જોવા મળે છે.લંબાઇ ઓછી હોવા માટે વેધર નહી પરંતુ જીન્સ જવાબદાર છે.

નિષ્ણાતોનું માનવું છે. જેનેટિકસ કારણથી હાઇટ ઓછી હોવાથી તેમાં કોઇ જ ફેરફાર થઇ શકે નહી, જો કે તેમ છતા શરીરનો બાંધો મજબૂત અને સારુ આરોગ્ય ધરાવે છે. દુનિયામાં ઇન્ડોનેશિયા,કંબોડિયા,વિયેતનામ સહિતના અનેક દેશોના લોકોની હાઇટ ઓછી જોવા મળે છે પરંતુ આવા લોકોનું પ્રમાણ પૂર્વી તિમોરમાં સૌથી વધારે છે.નવાઇની વાત તો એ છે કે 1886માં ઇસ્ટીતિમોરના લોકોની ઉંચાઇ હાલમાં જોવા મળે છે તેટલી પણ ન હતી.

એ સમયે પ ફૂટ કરતા પણ ઓછી હતી પરંતુ એ પછી પેઢી દર પેઢી ઉંચાઇ વધવા લાગી હતી. 1960માં સરેરાશ હાઇટ 5.3 ફૂટ જોવા મળતી હતી. 1970 પછી ફરી હાઇટ ઘટવા લાગી હતી.દુનિયામાં સૌથી ઓછી હાઇટ ધરાવતો પુરુષ નેપાળ જયારે મહિલા ભારતની છે પરંતુ નાગરિકોની સરેરાશ ઓછી હાઇટમાં ઇસ્ટીતિમોર વાસીઓની છે. દુનિયામાં સૌથી વધુ હાઇટ ધરાવતા લોકો નેધરલેન્ડના છે. લોકોની સરેરાશ ઉંચાઇ 6 ફૂટ હોય છે. નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ન્યૂટીશિયનના અનુસાર ભારતમાં પરુષોની સરેરાશ હાઇટ 5.8 જયારે મહિલાઓની 5.3 ફૂટ જેટલી છે.

error: