Satya Tv News

ખેડામાં બનેલું ટ્રાઈટન EVનું રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર

ટ્રાઈટન EV ટ્રક અને કારનું R&D કરશે

ભારતમાં ઇલેક્ટ્રિક વ્હીકલ્સનો વપરાશ વધી રહ્યો છે અને તાજેતરમાં જ અમેરિકામાં વસતા મૂળ ગુજરાતી હિમાંશુ પટેલની કંપની ટ્રાઈટન EVએ કચ્છમાં ઇલેક્ટ્રિક ટ્રકનું ઉત્પાદન કરવાની જાહેરાત કરી હતી. હવે કંપની ઇલેક્ટ્રિક ટ્રક, કાર અને EVને લગતાં અન્ય રિસર્ચ માટે અમદાવાદથી લગભગ 40 કિમી દૂર ખેડામાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (R&D) સેન્ટર બનાવ્યું છે. ટ્રાઈટનનો દાવો છે કે આ R&D સેન્ટર ઇલેક્ટ્રિક વ્હીકલ માટેનું ભારતનું સૌથી મોટું સેન્ટર હશે. આગામી સપ્તાહે કેન્દ્રીય મંત્રીના હસ્તે આ સેન્ટરનું ઉદઘાટન કરવામાં આવશે.

ટ્રાઇટોન EVની R&D સુવિધા સ્થાપવામાં મદદ કરનાર અને મદદ કરતી સંસ્થાઓ અમદાવાદ સ્થિત છે, દીપ ગ્રુપ ઓફ કંપનીઝ જેણે R&D ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડ્યું છે. અન્ય એક કંપની સર્વિસ ગેલરીએ ફેસિલિટી મેનેજમેન્ટ પર કામ કર્યું છે. આ ઉપરાંત CBREએ તમામ રિયલ એસ્ટેટ કન્સલ્ટન્સી સેવાઓ, વ્યૂહાત્મક પસંદગી અને R&D સુવિધાને અંતિમ સ્વરૂપ આપ્યું છે.

આ ટ્રકનો પ્રોટોટાઈપ અમેરિકામાં તૈયાર છે. અમે ત્યાં એનો ટ્રાયલ રન પણ કરેલો છે, જે સફળ રહ્યો હતો. ભારતમાં પણ એને લગતી મંજૂરીઓ મેળવીને આ વર્ષે દિવાળી સુધીમાં ટ્રક લોન્ચ કરી દેવાની અમારી યોજના છે. પ્રારંભિક તબક્કે અમને દેશમાં જ રૂ. 25,000-30,000 કરોડનો બિઝનેસ મળવાની અપેક્ષા છે. અમારું ફોકસ શરૂનાં વર્ષોમાં ભારતીય માર્કેટ જ રહેશે. ત્યાર બાદ અમે નિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરીશું.

ટ્રક મોટા ભાગે હાઇવે પર વધુ રહેતી હોય છે. આ વાતને ધ્યાનમાં રાખી કંપની દેશભરમાં આશરે 2 લાખ જેટલા ચાર્જ પોઇન્ટનું નેટવર્ક પણ બનાવશે. હિમાંશુ પટેલે કહ્યું હતું કે નેટવર્ક ઊભું કરવા અમે અમારી પોતાની કેપિસિટીની સાથે સાથે અન્ય 15 જેટલા સર્વિસ પ્રોવાઇડર્સ સાથે પણ જોડાણ કર્યું છે. આમ કરવાથી નેટવર્ક ઝડપી રીતે બનશે. ટ્રકમાં જ એવી સગવડતા હશે કે બેટરી ઓછી થાય તો ડ્રાઈવરને નજીકના ચાર્જિંગ સ્ટેશનની માહિતી મળી રહેશે

error: