સિદ્ધૂ મૂસેવાલાની હત્યા કેસમાં મોટો ખુલાસો થયો છે. આ મામલે ધરપકડ કરવામાં આવેલ એક આરોપીએ પૂછપરછ દરમિયાન મોટો દાવો કર્યો છે. ધરપકડ કરવામાં આવેલ આરોપી શાહરૂખે સ્પેશિયલ શેલને જણાવ્યું કે, સિદ્ધૂ મૂસે વાલાને મારવાની સોપારી ગેંગસ્ટર ગોલ્ડી બરાડ અને લોરેન્સ બિશ્નોઈ તરફથી આપવામાં આવી હતી. તેમણે અગાઉ પણ સિદ્ધૂને મારવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ સુરક્ષાકર્મિઓને જોઈને પરત ફરી ગયા હતા.
પૂછપરછમાં શાહરૂખે કુલ 8 નામ જણાવ્યા છે જેના પર તેમણે હત્યારાઓની મદદ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમાં પંજાબી સિંગર મનકીરત ઔલખના મેનેજરનું નામ પણ સામેલ છે.
શાહરૂખે ગોલ્ડી બરાડ અને લોરેન્સ બિશ્નોઈએ સિદ્ધૂના મર્ડરનું કામ સોંપ્યું હતું. તેમણે સિદ્ધૂના મર્ડર પહેલા રેકી પણ કરી હતી. શાહરૂખે જણાવ્યું કે, તે ભોલા અને સોનૂ કાજલ સાથે મૂસેવાલાના ગામ ગયો હતો. પરંતુ જ્યારે તેઓએ ત્યાં 4 પીએસઓ AK-47 સાથે તૈનાત જોયો તો તેમણે હત્યાનો પ્લાન ડ્રોપ કરી દીધો હતો. ત્યારે ગોલ્ડીએ તેને સિદ્ધૂની હત્યા માટે UZI હથિયાર આપ્યા હતા. પછી શાહરૂખે હત્યાના કામને અંજામ આપવા માટે AK-47 બિયર સ્પેની માંગ કરી હતી.
ત્યારબાદ અમૂક કારણોસર શાહરૂખ આ કામથી અલગ થઈ ગયો હતો. હવે દાવો કરવામાં આવી રહ્યો છે કે, સિદ્ધૂના મર્ડરમાં હવે તે જ બોલેરો કારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જેને ભોલા અને સોનૂ રેકી દરમિયન ઉપયોગ કરતા હતા. પૂછપરછમાં કુલ 8 નામો સામે આવ્યા છે જેમણે સિદ્ધૂ મૂસેવાલાના હત્યારાઓની મદદ કરી હતી.
- ગોલ્ડી બરાડ
- લોરેન્સ બિશ્નોઈ
- સચિન (મનકીરત ઔલખ ના મેનેજર)
- જગ્મૂ ભગવાનપુરિયા
- અમિત કાજલા
- સોનૂ કાજલ અને બિટ્ટૂ
- સતેંદર કાલા
- અજય ગિલ
શાહરૂખ ગોલ્ડી બરાડ સાથે સિગ્નલ એપથી વાતચીત કરતા હતા. તેમનો ફોન હાલ સ્પેશિયલ સેલે જપ્ત કર્યો છે. જેનાથી વધુ જાણકારી પ્રાપ્ત થઈ શકે છે. બીજી તરફ દાવો કરવામાં આવ્યો છે કે, લોરેન્સ બિશ્નોઈ તિહાડ જેલમાં પણ ફોનનો ઉપયોગ કરે છે.
પંજાબી સિંગર અને કોંગ્રેસી નેતા શુભદીપ સિંહ ઉર્ફે સિદ્ધૂ મૂસેવાલાની હત્યા ગઈ કાલે 29 મે ના રોજ માનસા જિલ્લામાં તેમના ઘરથી થોડા કિલોમીટરના અંતરે કરી દેવામાં આવી હતી.
આ કેસમાં પંજાબ સરકારે મોટો નિર્ણય લીધો છે. સીએમ ભગવંત માને કહ્યું કે, પંજાબ સરકાર પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશને અનુરોધ કરશે કે કેસની તપાસ હાઈકોર્ટના સીટિંગ જજ પર કરાવવી. આ માગ સિદ્ધૂના પિતાએ સીએમ માનને કરી હતી.