વડાપ્રધાન ની ખેડૂતો ની આવક બમણી કરવાનું સ્વપ્નું સાકાર ક્યારે થશે???
દર વર્ષે નહેર વિભાગ ના અધિકારીઓ ચોમાસા પહેલા કેનાલ રીપેરીંગ નું કાર્ય નહીં કરતા જગત નો તાત ટેંનશનમાં
ખેડૂતો ના પ્રાણ પ્રશ્ને સત્તા પક્ષ કે વિપક્ષ ને કોઈ રસ નથી
નહેર વિભાગ ના ઉપરી અધિકારીઓની ઈચ્છા શક્તિ ઓછી કે પછી કામ કરવાની દાનત નથી ની ખેડૂતોમાં ચર્ચા
ખેડૂતો ની માઠી દશા માટે જવાબદાર કોણ???
વાગરા અને આમોદ તાલુકા ની ૨૫૦ કિ. મી. કેનાલો સમારકામ વિનાની
ભરૂચ જિલ્લાના આમોદ અને વાગરા તાલુકાના ખેડૂતો નહેરોની મરામત ન થતા મુશ્કેલીમાં મુકાયા છે.નહેર વિભાગ ના અધિકારીઓ દ્ધારા કેનાલો નું સમારકામ સમયસર નહિ થતા જગત ના તાત માં આક્રોશ જોવા મળી રહ્યો છે.આમોદ અને વાગરા ની ૨૫૦ કિ. મી. લાંબી ૫૬ માઇનોર માં ચોમાસા પહેલા રીપેરીંગ નહિ થતા પાણી મુદ્દે ખેડૂતો ની પરિસ્થિતિ દયનીય બનશે.
એક તરફ વડાપ્રધાન મોદી દેશ નો ખેડૂત સમૃદ્ધ બને અને તેની આવક બમણી થાય એવા પ્રયાસો કરી રહ્યા છે.તો બીજી તરફ ભરૂચ જિલ્લા ના નર્મદા નિગમ દ્ધારા ખેડૂતો ના હિત ને મામલે કોઈજ ઉચિત પગલાં નહિ લેવાતા ખેડૂતો માં આક્રોશ જોવા મળી રહ્યો છે.ખેતી ની શરૂઆત થાય એ પહેલા નહેરો માં ઠેર ઠેર જગ્યાએ પડેલ ભંગાણ ચોમાસા પહેલા સમારકામ નહિ થતા ચાલુ વર્ષે ખેડૂતો ને પાણી માટે વલખાં મારવા પડશે.દર વર્ષે ઊંઘ માં રહેતુ તંત્ર પાક ઉભો થાય અને પાણીની તાતી જરૂરિયાત ની જરૂર પડે એવા સમયે રીપેરીંગ કામ શરૂ કરવાનો જાણે શિરસ્તો બનાવી દીધો છે.વાગરા અને આમોદ તાલુકા ની ૨૫૦ કિ.મી. લાંબી ૫૬ જેટલી કેનાલો સમારકામ ના અભાવે ખેડૂતો ની માઠી દશા બેસવા ની છે.દર વર્ષે ખેડૂતો ને સમય પર મેન્ટેનન્સ કરવાની કેનાલ ના આધિકારી ઓ હૈયા ધરપત આપતા હોય છે.પરંતુ ખેડૂત ને ઓછો હાંકી અધિકારીઓ પોતાની મરજી મુજબ કામ કરી રીતસર નું નુકશાન પહોંચાડી રહ્યા નું ખેડૂત આલમ માં ચર્ચા ચાલી રહી છે.હાલ તો જગત ના તાતની હાલત માં સુધારો કરવા સત્તા પક્ષ કે વિપક્ષ ના નેતાઓ ને પણ રસ ના હોય એમ સ્પષ્ટ દેખાઈ રહ્યુ છે.તો બીજી તરફ રાજકીય પક્ષ ના ખેડૂત સંગઠનો પણ માત્ર શોભા ના ગાંઠિયા સમાન બની ગયા છે.ખેડૂતો ના હિત ના મામલે અવાજ બુલંદ કરવા કોઈ સંગઠન આગળ આવશે કે પછી ખેડૂતો ને તેમના હાલ પર છોડી દેવાશે જેવા અનેક સવાલો ઉભા થયા વિના રહેતા નથી.ભારત ના ખેડૂત ને અન્નદાતા તરીકે સંબોધવા માં આવી રહ્યો છે.જો ખેડુતો ના પ્રાણ પ્રશ્ને પૂરતું ધ્યાન નહિ આપવામાં આવે તો ભવિષ્ય માં ખેડૂતો ની સંખ્યા ઓછી થાય તો નવાઈ નહીં.જેની અસર કૃષિ ઉત્પાદન પર થશે એમાં કોઈ બે મત નથી.
નર્મદા નિગમ એ ખેડૂતો ના હિત માં કામ કરે એ માટે બનાવવામાં આવ્યુ છે.પરંતુ નર્મદા નિગમ મહેકમ મુજબ કર્મચારીઓ ની ભરતી કરવામાં નહિ આવતા કેનાલો ની સમસ્યાઓના નિકાલમાં વિલંબ થતો હોવાની હોવાની માહિતી સાંપડી છે.કેનાલો નું દુરસ્તીકરણ નહિ થતા ખેડૂતો ની આર્થિક રીતે વેઠવાનો વાળો આવે છે.સરકાર નર્મદા નિગમ માં ખૂટતી જગ્યા ની ભરતી કરી ખેડૂતો ને આર્થિક પાયમાલી માંથી બચાવે એવી ખેડૂત આલમ માંથી માંગ ઉઠવા પામી છે.
નર્મદા નિગમ માં ચીફ એક્ઝીક્યુટીવ તેમજ અન્ય મોટી પોસ્ટ પર બેઠેલા અધિકારીઓ નિવૃત્તિ તરફ આગળ વધી રહ્યા છે.તદ્ ઉપરાંત આવા આધિકારીઓને બે બે ત્રણ ત્રણ ચાર્જ આપવા માં આવે છે.જેથી અધિકારી પોતે કામ કરવાની અદમ્ય ઇચ્છા રાખતા ન હોવાની ખેડૂતો માં બુમ ઉઠવા પામી છે.તો બીજી તરફ અધિકારી પોતાની નોકરી ને કોઈ બટ્ટો ન લાગે એ માટે સમય પર નિર્ણય નહીં લેતા હોવાનું પણ સામે આવ્યુ છે.જેને પગલે અંતે તો ખેડૂતો નો જ મરો થાય છે.આ બધી બાબતો પર સરકાર વિચાર કરી ખડુતો ને પડતી સમસ્યાઓ સમાધાન તરફ ધ્યાન આપે એજ સમય ની માંગ છે.
ભરૂચ જિલ્લા ના ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ સુધારવા ચોમાસા સિવાય આઠ મહિના નહેરોમાં પાણી આપવુ જોઈએ.જેથી ખેડૂત વર્ષ માં બે પાક લઇ શકે.હાલ તો પરિસ્થિતિ એમ છે કે કચ્છ સુધી નર્મદા નું પાણી પહોંચે છે.પરંતુ ભરૂચ જિલ્લામાંથી પસાર થતી નર્મદા ના પાણી માટે જિલ્લા ના ખેડૂતોએ કળગળવુ પડે એ દુઃખની વાત છે.ખેડૂતો ની નહેરની સમસ્યાઓ દૂર કરવા સરકાર અસરકારક પગલાં ભરે એવી માંગ ખેડૂત અગ્રણી અને ભારતીય કિસાન સંઘ ના અજીતસિંહ રાજે કરી હતી.અને જરૂર પડીયે ખેડૂતો માટે રસ્તા પર ઉતરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી
જર્નાલિસ્ટ ઝફર ગડીમલ સત્યા ટીવી વાગરા