Satya Tv News

મહેસાણાની સિવિલમાં દર્દીના સગાંઓએ ભારે હોબાળો મચાવ્યો હોવાની ઘટના સામે આવી છે. પરંતુ તેઓને આ હોબાળો મચાવવો ભારે પડ્યો છે. સમગ્ર ઘટના એવી છે કે, જેલમાં બંધ આરોપીને સિવિલમાં સારવાર માટે લવાયો હતો. દરમ્યાન આરોપીના સબંધી અને ગામલોકોએ સિવિલમાં હોબાળો મચાવ્યો હતો. સગાસંબંધીએ આરોપીને મળવાની બાબતે હોબાળો મચાવ્યો હતો. ત્યાં ફરજ પર હાજર રહેલા પોલીસ કર્મીને આરોપીના સંબંધીઓએ અપશબ્દો કહ્યાં હોવાનું જાણવા મળી રહ્યું છે. આથી હોબાળો મચાવીને અપશબ્દો કહેતા લોકોની વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ છે. ભયનું વાતાવરણ ઊભું કરવું એ ફરજમાં રુકાવટ મામલે તેઓની વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી.

મહેસાણા જેલમાં એટ્રોસિટી અને લૂંટના કેસમાં બંધ આરોપીને સિવિલમાં સારવાર અર્થે લવાયો હતો. દરમ્યાન તેના સગાંઓએ આરોપીને મળવા બાબતે હોબાળો મચાવ્યો હતો. એ સિવાય આરોપીના સંબંધીઓએ પોલીસકર્મીને અપશબ્દો કહેતા એ ડિવિઝન પોલીસ મથકમાં ફરજમાં રૂકાવટ મામલે ફરિયાદ નોંધાઇ. મહેસાણા તાલુકાના અલોડા ગામે છેલ્લાં ઘણા સમયથી ચાલી રહેલા વિવાદિત જમીનમાં પોલીસ ચોપડે દાખલ થયેલ એટ્રોસિટી અને લૂંટના કેસમાં મહેસાણા જેલમાં બંધ આરોપીને શનિવારે સવારે મહેસાણા સિવિલમાં સારવાર અર્થે લવાયો હતો. જ્યાં સગાસંબંધીએ આરોપીને મળવાની જીદ્દ કરતા પોલીસ સાથે તેઓને બોલાચાલી થઇ ગઇ. આથી, અંતે ફરજમાં રુકાવટ મામલે તેઓની વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી.

error: