Satya Tv News

થપ્પડ સે ડર નહીં લગતા સાહબ, પ્યાર સે લગતા હૈ.આ સોનાક્ષી સિંહાનો ફિલ્મ પડદા પરનો ફેમસ ડાયલોગ છે. જોકે, હવે સોનાક્ષીએ કોઈ ડર કે સંકોચ વિના જ ઝાહીર ઈકબાલ સાથેના પોતાના પ્રેમસંબંધો જાહેર કરી દીધા છે.

સોનાક્ષીના જન્મદિને ઝાહીર ઈકબાલે તેને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા શુભેચ્છા પાઠવી હતી. તેણે સોનાક્ષીનો વીડિયો શેર કર્યો હતો સોનાક્ષીએ વળતી કોમેન્ટમાં લવ યુ કહીને પ્રેમનો સ્વીકાર કર્યો છે. આ બંનેની કોમેન્ટસને હુમા કુરેશી, તારા સુતરિયા, પત્રલેખા, વરૂણ શર્મા સહિતના બોલિવુડના મિત્રો દ્વારા લવ ઈમોજી દ્વારા વેલકમ પણ કરવામાં આવી છે.

સોનાક્ષી અને ઝાહીર વચ્ચેના સંબંધો લાંબા સમયથી ચર્ચામાં છે. તેઓ સોશિયલ મીડિયા પર પરસ્પર તેના સંકેતો આપતાં રહ્યાં છે. થોડા સમય પહેલાં એક બોલિવુડ ફિલ્મ સર્જકના પરિવારમાં લગ્નપ્રસંગમાં પણ તેઓ સાથે પહોંચ્યા હતા. થોડા સમય પહેલાં સોનાક્ષીએ એડવર્ટાઈઝમેન્ટના ભાગરૂપે એંગેજમેન્ટ રિંગ સાથેનો એક પુરૂષની હાજરી ધરાવતો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો ત્યારે પણ લોકોએ તે ઝાહીર સાથે તેના સંબંધો જાહેર કરી રહી હોવાની અટકળો લગાવી લીધી હતી.

ઝાહીર અને સોનાક્ષી ડબલએક્સએલ ફિલ્મમાં સાથે કામ કરી રહ્યાં છે. ઝાહીરની આ પહેલાં નોટબુક ફિલ્મ આવી ચુકી છે. 35 વર્ષની સોનાક્ષી તેની છેલ્લી ફિલ્મો લાલ કપ્તાન કે ભુજ ધી પ્રાઈડ ઓફ ઇન્ડિયામાં કોઈ ખાસ પ્રભાવ છોડી શકી નથી. તેની 12 વર્ષની કારકિર્દી હવે અસ્તાચળ પર મનાય છે. આથી તે ટૂંક સમયમાં લગ્ન કરી લેશે તેવી અટકળો લાંબા સમયથી ચાલે છે.

error: