દાદા-દાદી હંમેશા પૌત્ર-પૌત્રીઓની વધુ સારી સંભાળ રાખી શકતા હોવાનું નિરીક્ષણ કરીને સુપ્રીમ કોર્ટે છ વર્ષના બાળકની કસ્ટડી તેની માસીના બદલે દાદાદીને આપી હતી. બાળકના માતાપિતા ગયા વર્ષે કોવિડની બીજી ઘાતક લહેરમાં અવસાન પામતાં તે અનાથ થયો હતો.
બાળકે ૧૨ અને ૧૨ જૂન ૨૦૨૧માં અનુક્રમે પિતા અને માતાનો ઓછાયો ગુમાવ્યો હતો. ત્યાર બાદ તેની કસ્ટડી ગુજરાત હાઈ કોર્ટ તેની માસીને આપી હતી. કોર્ટે ચુકાદો આપતી વખતે માસીની વય, અવિવાહીતપણા, સરકારી નોકરી અને સંયુક્ત પરિવાર જેવી બાબતોને ધ્યાનમાં રાખી હતી.
ન્યા. એમ. આર. શાહ અને અનિરુદ્ધ બોસની બેન્ચે ગુજરાત હાઈ કોર્ટનો ચુકાદો રદ કરીને બાળખના ૭૧ વર્ષના દાદાની અપીલને માન્ય કરી હતી. બાળક પણ દાદાદાદી સાથે રહેવા તૈયાર હોવાની કોર્ટે નોંધ લીધી હતી.
આપણા સમાજમા ંહજી પણ દાદાદાદી તેમના સંતોનાના બાળકોની વધુ સારી સંભાળ રાખતા હોય છે. તેમની ક્ષમતા પર શંકા કરવી જોઈએ નહીં. મૂડી કરતાં વ્યાજ વધુ વ્હાલું હોય છે એવી કહેવત છે. ભાવનાત્મક દ્રષ્ટીએ પણ તેઓ પૌત્ર-પૌત્રીઓની વધુ સારી દેખભાળ કરતા હોય છે તેઓ લાગણીથી બંધાયેલા હોય છે, એમન્યા. શાહે ચુકાદામાં નોંધ્યું હતું.
કોર્ટે જોકે માસીને મહિનામાં એક વાર અથવા તો અનુકૂળતા પ્રમાણે બાળકને મળવાની પરવાનગી આપી હતી. બાળકને તેેની માસી સાથે નિયમિત ધોરણે વિડિયો કોલિંગ પર વાતચીત કરવાની પણ છૂટ આપી છે. ચુકાદાને પગલે માસી પોતાની દિવંગત બહેનના પુત્રની સારી દેખરેખ રાખી શકે તેમ નથી એવી ગેરસમજણ થવી જોઈઅ ેનહીં. અમે બંને પક્ષને બાળકના હિતમાં સુમેળભર્યા સંબંધો જાળવીને સંયુક્ત રીતે કાર્ય કરવા અનુરોધ કરીએ છીએ. ભૂતકાળની કડવાશ ભુલીને બાળકના ભવિષ્યનો વિચાર કરવાની અમે વિનંતી કરીએ છીએ, એમ કોર્ટે જણાવ્યું હતું.
હાઈ કોર્ટે પણ નોંધ્યું હતું કે બાળક તેના દાદા દાદી સાથે વધુ અનુકૂળતા અનુભવે છે. બાળકે પણ તેમની સાથે રહેવાની ઈચ્છા વ્યક્ત કરી છે, એમ કોર્ટે નોંધ્યું હતું.