ઈજતેમાં માં લગ્ન માં થતા કુરિવાજો ને અટકાવવા તેમજ ખોટા ખર્ચાઓ થી બચવા આહવાન કરાયું


ભરૂચ જિલ્લા ના કોઠી-વાતરસા ખાતે જિલ્લા કક્ષાનો મુસ્લિમ મહિલાઓ ની કેળવણી અંગે એક ભવ્ય ઈજતેમાં યોજાયો હતો.મિસ્બાહી મિશન દ્વારા આયોજિત ઇજતેમા માં ખુબ વિશાળ સંખ્યા માં અનેક ગામો ની મહિલાઓ તેમજ ભરૂચ જિલ્લા ની સ્કોલર આલીમાઓ ઉપસ્થિત રહી હતી.જેમાં આલિમાં મુમતાઝ બહેન(સાંસરોદ) દ્વારા લગ્ન માં થતા કુરિવાજો ને અટકાવવા તેમજ ખોટા ખર્ચાઓ થી બચવા સલાહ આપવામાં આવી હતી.આલીમા તસ્લીમા મોહસીન (થામ) દ્વારા મહેમાનો ને આવકાર તેમજ સદ્ વ્યવ્હાર કઈ રીતે કરવો એ અંગે ની તાલીમ આપી હતી.સમગ્ર પ્રોગ્રામ માં આલીમા સૈયેદા મુસ્કાન,આલિમા અનીશા,આલિમા રોઝમીના,આલિમા ફરહિન,આલિમા ફેહમિદા,આલિમા મુનીરા,આલિમા રફિયા, આલિમા શબનમ,આલિમાં જમિલા , આલિમા શબાના અલિમા સીમા, અલિમા સુમૈયા તેમજ અન્ય સ્કોલર આલિમાઓ ઉપસ્થિત રહ્યા હતા.કોઠી ગામ ના આગેવાનો નવ યુવાનો તથા મિસ્બાહી મિશન ના ખાદીમો એ પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો.
જર્નાલિસ્ટ ઝફર ગડીમલ,સત્યા ટીવી – વાગરા