Skip to main content

Satya Tv News

મળતી વિગતો પ્રમાણે આ ઘટના પૂણેમાં બની છે.જોકે પોલીસે એક્ટ્રેસના નામનો ખુલાસો નથી કર્યો પણ એક્ટ્રેસ સામે ફરિયાદ નોંધવામાં આવી છે.અંગ્રેજી અખબારના અહેવાલ પ્રમાણે શુક્રવારે રાત્રે ઘટના બની હતી.એક્ટ્રેસ પૂણે કામ માટે આવી હતી અને તેણે એક હોટલનુ ઓનલાઈન બૂકિંગ કરાવ્યુ હતુ.

એક્ટ્રેસ હોટલ પર પહોંચી ત્યારે તેણે જરુરી સુવિધાઓ નહીં હોવાથી હોટલ સ્ટાફ પાસે પૈસા પાછા માંગ્યા હતા.આ બાબતે એક્ટ્રેસ અને સ્ટાફ વચ્ચે ઝઘડો થતા હોટલ દ્વારા શુક્રવારે મધરાતે પોલીસ બોલાવવામાં આવી હતી.

સ્થળ પર પહોંચેલી મહિલા પોલીસ ટીમ દ્વારા મામલો શાંત પાડવા પ્રયત્ન કરાયો હોત ત્યારે એક્ટ્રેસનો રોષ વધી ગયો હતો અને તેણે મહિલા પોલીસ કર્મી પરવીન શેખના હાથ પર બટકુ ભરી લીધુ હતુ અને તેની સાથે મારામારી પણ કરી હતી.

એ પછી એક્ટ્રેસની તરત ધરપકડ કરવામાં આવી હતી.હવે તેની સામે પોલીસ તપાસ શરુ કરી દેવાઈ છે.

error: