Satya Tv News

ભરૂચ નર્મદા જિલ્લામાં હવામાન વિભાગે આપી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

આગામી 5 દિવસ ગાજવીજ સાથે પડશે ભારે વરસાદ

હવામાન વિભાગે આપી આ જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં હવામાન વિભાગે ભરૂચ, નર્મદા, જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. 5 જુલાઇના રોજ ભરૂચ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં પાંચ દિવસ ભારે વરસાદની આગાહી છે. ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી 5 અને 6 જુલાઇના રોજ ઉત્તર-મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે. જયારે 6 અને 7 જુલાઇના રોજ ગુજરાતનાં ઉપરવાસ અને રાજસ્થાનમાં ભારે વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આ ઉપરાંત 8 થી 10 જુલાઇએ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. જુલાઇ મહિનામાં ગુજરાતમાં સાર્વત્રિક અને ધોધમાર વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે નર્મદા, ભરૃચમાં ભારે વરસાદ પડી સાંજે છે, આવતીકાલે મંગળવારે ભરૃચ અને નર્મદા જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે બુધવારે વડોદરા, નર્મદા, ભરૃચ, સુરતમાં ભારે વરસાદ પડી શકે છે. ત્યારે NDRF ટિમ દ્વારા બચાવની કામગીરી માટે લાઈવબોય, લાઈવ જેકેટ,રબ્બરની બોટ તેમજ વૃક્ષો કાપવાના કટિંગ મશીનો સહિતના સાધનો સાથે સજ્જ રાખવામાં આવ્યા છે.

બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી ભરૂચ

error: