ઉત્તર પ્રદેશના સંભલ ખાતે એક વ્યક્તિની હિન્દુ દેવી-દેવતાઓના તસવીર ધરાવતા પેપર પર ચિકન વેચીને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા અને પોલીસ ટીમ પર હુમલો કરવા બદલ આરાપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું હતું કે, આ ઘટના રવિવારના રોજ બની હતી જ્યારે કેટલાક લોકોએ ફરીયાદ કરી હતી કે, તાલિબ હુસેન દેવી-દેવતાની તસવીરવાળા કાગળના ટુકડા પર પોતાની દુકાનમાંથી ચિકન વેચી રહ્યો હતો. જેનાથી તેમની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી હતી. અહેવાલ અનુસાર, જ્યારે પોલીસ ટીમ તેની દુકાન પર પહોંચી ત્યારે તાલિબ હુસેને કથિત રીતે તેમના પર છરી વડે હુમલો કર્યો હતો.