Satya Tv News

રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે પરંતુ હજી પણ આગામી 5 દિવસ ગુજરાત માટે ભારે છે કારણ કે રાજ્યમાં સાર્વત્રિક 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે.  તેમાં પણ સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જેને લઇને તંત્ર એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે. સંભવિત વરસાદની સ્થિતિને પહોંચી વળવા માટે સૌરાષ્ટ્રમાં ટીમ એલર્ટ મોડમાં આવી ગઇ છે., 

દરિયા કિનારો ધરાવતા ગીર સોમનાથ જિલ્લામાં આગાહીના પગલે વહીવટી તંત્ર દ્વારા NDRFની અત્યાધુનિક સાધનો સાથે 25 જવાનોની ટીમ તૈનાત કરાઈ છે. જિલ્લામાં 29 સેલટર હોમ તૈયાર કરાયા છે. જિલ્લા કન્ટ્રોલરૂમ ઉપરાંત તમામ તાલુકા મથકે 24 કલાક કન્ટ્રોલ રૂમ કાર્યરત કરી દેવાયા છે. તેમજ અધિકારીઓ ને હેડક્વાર્ટર ના છોડવાના આદેશ પણ કરી દેવામાં આવ્યા છે. તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ રેસ્કયુ ટીમ તૈયાર કરાઈ છે. તેવું જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું.

error: