ભાવનગર શહેરના શ્રીનાથજીનગરમાં રહેતા એસબીઆઈના નિવૃત બ્રાંચ મેનેજરને અજાણી મહીલા સહીત ત્રણે જૂદા જૂદા સમયે અલગ અલગ નંબર પરથી ફોન કરી તમને ક્રેડીટ કાર્ડ તરફથી વિમો, મેડીક્લેમ પોલીસી અને હોલી ડે પેકેઝ ટુર મળી છે. તેવી વાતો કરી અવાર નવાર ફોન કરી બેંક એકાઉન્ટ અને ક્રેડીટ કાર્ડમાંથી ઓનલાઈન રૂપિયા બે લાખ જેવી રકમ ટ્રાન્સફર કરી લઈ વિશ્વાસધાત અને છેતરપીંડી કરતા ગુનો નોંધાવા પામ્યો છે.
ત્રણ શખ્સોએ વારા ફરતી ફોન કર્યા બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર શહેરના ભરતનગર વિસ્તારમાં આવેલ શ્રીનાથજીનગર-૩માં પ્લોટ નંબર ૧૧૨માં રહેતા સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા ટ્રેજરી બ્રાંચના નિવૃત મેનેજર દિલીપભાઈ વ્રજલાલ રાજ્યગુરૂ (ઉ.વ. ૬૩)એ ભરતનગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી કે, તેઓ નિવૃત થયા બાદ સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા નિલમબાગ શાખામાં પેન્શન એકાઉન્ટ અને ક્રેડીટ-ડેબીટ કાર્ડ ધરાવતા હોય દરમિયાન ગત તા. 28-4-2022ના રોજ આશુતોષ કશ્યમ નામના શખ્સે ટોલ ફ્રી નંબર પરથી ફોન કરી અન્ય શખ્સને કોન્ફરન્સમાં લઈ તેઓને તમોને ક્રેડીટ કાર્ડ તરફથી વિમાની સુવિધા, મેડીકલ ક્લેઈપની સુવીધા અને હોલીડે પેકેજની સુવિધા આપવામાં આવે છે. તેમ કહેતા તેઓએ કોઈ સુવિધા ન જોઈતી હોવાનું કહી ફોન કટ કરી નાખ્યો હતો.
પોલીસે કાર્યવાહી હાથ ધરી ત્યારબાદ અન્ય જ્યોતી નામની મહીલાનો અન્ય નંબર પરથી ફોન આવેલ અને તે ક્રેડીટ કાર્ડ કંપનીમાંથી બોલુ છુ. તમારા પર ટોલ ફ્રી નંબરથી ફોન આવે વાત કરશો તેમ જણાવતા તેઓ ઉપર ફરી આશુતોષનો ફોન આવેલ અને વાત કર્યા બાદ સાંજના અજય નામના શખ્સે ફોન કરી તમારા ખાતામાંથી રોકડ ઉપડી ગયા છે. તેમ કહેતા તેઓએ તપાસ કરતા તેના બેંક એકાઉન્ટમાંથી 1 લાખ 72 હજાર 284 ત્યારબાદ 17 હજાર 170 અને કાર્ડમાંથી 20 હજાર ઓનલાઈન ટ્રાન્સફર કરી લઈ તેઓ સાથે વિશ્વાસ ધાત અને છેતરપિંડી કરી હતી. ઉક્ત ફરીયાદ અનુસંધાને ભરતનગર પોલીસે આઈપીસી. 406, 420, 114, તેમજ ધી ઈન્ફોર્મશન ટેકનોલોજી એમેન્ડમેન્ટ એક્ટ સને 2008ની કલમ 66-ડી મુજબ ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.