Satya Tv News

હિમાચલ પ્રદેશના કુલ્લુમાં વાદળ ફાટવાથી તબાહી મચી ગઈ છે. ભારે વરસાદના કારણે અહીં પુર જેવી સ્થિતિ બની ગઈ છે. તેથી અહીં કેટલાય ગામો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. જેને લઈને કેટલાય પ્રોજેક્ટને નુકસાન પણ થયું છે. એટલું જ નહીં મણિકર્મમાં પણ ટૂરિસ્ટ કેમ્પ ડેમેઝ થઈ ગયો છે. સ્થાનિક પોલીસે જણાવ્યું છે કે,  બુધવારે કુલ્લુમાં વાદળ ફાટવાથી મણિકર્મ ઘાટીમાં પુર આવ્યું હતું. તેના કારણે સ્થિતિ કાબૂ બહાર જતી રહી હતી. પ્રશાસને લોકોને સુરક્ષિત જગ્યા શિફ્ટ કરવાના કામમાં લાગ્યું છે. 

કુલ્લૂના એસપી ગુરદેવ શર્માએ જણાવ્યું છે કે, જિલ્લાામં વરસાદના કારણે પુરની સ્થિતિ છે. પણ ટીમે ખડપગે રહીને બચાવ કાર્ય કરી રહી છે. હાલમાં કહેવાય એ કે, 6 લોકો પુરમાં ગુમ થઈ ગયા છે. તેમની શોધ ચાલી રહી છે. સાથે જ 7 ઘરોને ભારે નુકસાન પણ થયું છે. 3 પ્રોજેક્ટ્સને પણ નુકસાન થયું છે. પુરના કારણે ડેમનું પાણી છોડવામા આવ્યુ નથી. સાથે જ લોકોને અપીલ કરવામા આવી છે કે નદીના કિનારે જવું નહીં.

error: