NDA દ્વારા જાહેર કરવામાં આવ્યા છે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર
ભરૂચ જિલ્લા ભાજપની આયોજનલક્ષી યોજાય બેઠક
10 હજાર લોકો કાર્યક્રમમાં જોડાશે
દ્રૌપદી મુર્મુ હાલ દેશના વિવિધ રાજ્યોની મુલાકાત લઈ રહ્યા છે જેના ભાગરૂપે તેઓ આગામી તારીખ 13 જુલાઈએ એકતાના પ્રતિક એવા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે અને વિવિધ પ્રોજેકટનું નિરિક્ષણ કરશે.આ અંગેના આયોજન સંદર્ભે ભરૂચ જિલ્લા ભાજપના અધ્યક્ષ મારૂતિસિંહ અટોદરીયાના અધ્યક્ષ સ્થાને અંકલેશ્વર,હાંસોટ,વાલિયા,ઝઘડીયા અને નેત્રંગ તાલુકામાં બેઠક યોજાય હતી.
દેશના મહામહીમ રાષ્ટ્રપતિની ચૂંટણી આગામી સમયમાં યોજાનાર છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં NDA દ્વારા આદિવાસી મહિલા આગેવાન અને આદિવાસી ગૌરવ દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આ અંગેના આયોજન સંદર્ભે ભરૂચ જિલ્લા ભાજપના અધ્યક્ષ મારૂતિસિંહ અટોદરીયાના અધ્યક્ષ સ્થાને અંકલેશ્વર,હાંસોટ,વાલિયા,ઝઘડીયા અને નેત્રંગ તાલુકામાં બેઠક યોજાય હતી. NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુના કાર્યક્રમ માં ભરુચ જિલ્લામાંથી 10 હજાર લોકો ભાગ લે એવું આયોજન કરવામાં આવ્યું છે.વિવિધ તાલુકા મથકે યોજાયેલ બેઠકમાં અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, મહામંત્રી વિનોદ પટેલ,અરવિંદ વસાવા, સેવંતુ વસાવા,ધર્મેન્દ્રસિંહ પરમાર સહિત જિલ્લા ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
વિડિઓ જર્નલિસ્ટ રોહિત ગોહિલ સાથે સત્યા ટીવી ભરૂચ