Satya Tv News

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન લગ્નના બંધમાં બંધાવા જઈ રહ્યા છે. તેમના લગ્ન ગુરૂવારે ચંડીગઢમાં થશે. ભગવંત માન ડો ગુરપ્રીત કૌર સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. ભગવંત માનના લગ્નમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ હાજર રહેશે.

ભગવંત માન 48 વર્ષના છે. તેઓ બીજા લગ્ન કરવા જઈ રહ્યા છે. ભગવંત માનની પ્રથમ પત્ની ઈંદરપ્રીત કૌર સાથે છૂટાછેડા લીધા છે. તેમને બે બાળકો પણ છે. જે ભગવંત માનની પત્ની સાથે અમેરિકામાં રહે છે, કહેવાય છે કે, ચંડીગઢમાં ભગવંત માનના લગ્નનું આયોજન થશે. તેમાં અરવિંદ કેજરીવાલ સહિત ખાસ લોકો હાજર રહેશે.

કોમેડિયનમાંથી રાજનેતા બનેલા ભગવંત માન 2014માં પ્રથમ વાર સંગરુરથી સાંસદ બન્યા હતા. ત્યારે તેમની પત્ની ઈંદરકૌર પણ તેમના પ્રચારમાં દેખાયા હતા. જો કે, બંનેએ 2016માં છૂટાછેડા લઈ લીધા હતા. ભગવંત માને 2019માં સંગરુરથી ચૂંટણી જીત્યા હતા, પણ 2022માં તે આપ તરફથી પંજાબના સીએમ ઉમેદવાર બન્યા, તેમના નેત઼ૃત્વમાં પાર્ટીને પ્રચંડ બહુમત મળ્યો, ભગવંત માને 16 માર્ચે પંજાબના સીએમ તરીકે શપથ લીધા હતા.

2015માં ભગવંત માનનો પરિવાર વિખેરાઈ ગયો હતો. ભગવંત માનને તેમની પત્ની ઈંદરજીત કૌર સાથે છૂટાછેડા થયા છે. ભગવંત માનને બે બાળકો પણ છે. પણ શું આપને ખબર છે કે, તેમના બાળકો તેમની સાથે વાત નથી કરતા. તેનો ખુલાસો ખુદ ભગવંત માને એક ઈન્ટરવ્યૂમાં કર્યો હતો.

તેમના જણાવ્યા અનુસાર, તેમના બાળકો સાથે તેમને ફોન પર વાત થતી નથી. ભગવંત માને ખુદ માન્યું છે કે, પરિવારને સમય ન આપવાના કારણે તેમની પત્ની સાથે સંબંધો તૂટ્યા. બાદમાં સહમતીથી બંને વચ્ચે છૂટાછેડા પણ થયા. ભગવંત માનના લગ્નમાં ભંગાણ આવ્યા બાદ તેમણે પંજાબને જ પોતાનું પરિવાર ગણાવતા આવ્યા છે. 

જો કે, માનની આ વાત લોકોને ગળે ઉતરી નહોતી, કારણ કે માનની એક્સ વાઈપે તેમના પોલિટિકલ કરિયરના પાયો રાખવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. તે કેટલીય રેલીઓમાં પણ ભાગ લીધો હતો. દરેક સમયે તેમણે ભગવંત માનનો સાથ આપ્યો હતો. કેટલાય લોકો ભગવંત માનના છૂટાછેડાને રાજકારણ સાથે જોડવાને લઈને સ્ટંટ બતાવીને તેમની ટીકા કરી હતી.

error: