Satya Tv News

રાજ્યમાં ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર એલર્ટ થયું છે. જે અંતર્ગત રાજ્યના મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ સ્ટેટ ઈમરજન્સી કંટ્રોલ રૂમ ખાતે વહિવટી તંત્ર સાથે બેઠક કરી. આ બેઠક 33 જિલ્લાના કલેક્ટર સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કરવામાં આવી હતી. જેમાં કંટ્રોલ રૂમ ખાતેની કામગીરી અને સંકલન સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. બેઠક બાદ રાજેન્દ્ર ત્રિવેદીએ નિવેદન આપતા જણાવ્યું કે વરસાદની સ્થિતિ અંગે સમીક્ષા તેમજ NDRFના ડિપ્લોઈમેન્ટ સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે. સાથે જ તમામ જિલ્લાના કલેક્ટરને એલર્ટ રહેવા પણ સૂચના આપવામાં આવી છે.

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહીના પગલે તંત્ર એલર્ટ થઇ ગયું છે. શનિવાર સુધી સૌરાષ્ટ્રમાં ઓરેન્જ અલર્ટ અપાયું છે.સૌરાષ્ટ્રમાં ગીર-સોમનાથ, દીવ અને દ્વારકામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો પોરબંદર અને રાજકોટમાં પણ અતિભારે વરસાદ વરસે તેવી શક્યતા છે. જેના લીધે NDRF અને SDRFની ટીમ સ્ટેન્ડબાય કરી દેવામાં આવી છે.

error: