Satya Tv News

સુરતમાં આમ આદમી પાર્ટીનું વિરોધ પ્રદર્શન
રાંધણગેસના ભાવ વધારાને લઈ આપનો વિરોધ
નનામી કાઢી છાજીયા લઈ વિરોધ કરાયો
સિવિલ ચાર રસ્તા થી કલેકટર કચેરી સુધી રેલી નું કરાયું હતું આયોજન
રેલી પ્રસ્થાન થતા પોલીસે આપ ના કાર્યકર્તા ની અટકાયત કરી

સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા આ રાંધણ ગેસમાં થયેલા ભાવ વધારાના મુદ્દે આક્રમક બની વિરોધ પ્રદર્શન કર્યું હતું રાંધણ ગેસના વિરોધ પ્રદર્શનમાં રાંધણ ગેસની નનામી ગાડી વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું

આમ આદમી પાર્ટી દ્વારા રાંધણ ગેસમાં ભાવ વધારાને લઈ વિરોધ પ્રદર્શન યોજાયું હતું …સિવિલ ચાર રસ્તા થી કલેકટર કચેરી સુધી વિરોધ પ્રદર્શન નું આયોજન કરવામાં આવ્યું હતું .. આ વિરોધ પ્રદર્શનમાં રાંધણ ગેસની બોટલો સાથે રાખી અને તેની નનામી કાઢી આક્રમક રીતે વિરોધ પ્રદર્શન યોજાયુ હતું.. આ વિરોધ પ્રદર્શનમાં કાર્યકર્તાઓ દ્વારા સરકાર સામે છાજીયા લેવામાં આવ્યા હતા અને વરસતા વરસાદમાં પણ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.. મહિલાઓ દ્વારા નનામી કાઢી વિરોધ કરાતા પોલીસથી અટકાવવી મુશ્કેલ થયું હતું કેમ કે મહિલા પોલીસ સ્થળ પર હાજર ના હોવાથી નનામી રોકી શક્યા ન હતા જોકે ત્યારબાદ મહિલા પોલીસે આવી અને આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓને અટકાયત કરી હતી.

વિડિઓ જર્નલિસ્ટ કે સી વઘાસિયા સાથે દિવ્યેશ પરમાર સત્યા ટીવી સુરત

error: