Satya Tv News

જાપાનના પૂર્વ પ્રધાનમંત્રી શિંજો આબે પર એક સભામાં ભાષણ દરમિયાન ફાયરિંગ થયું. રિપોર્ટ્સ મુજબ શિંજો આબેને બે ગોળી વાગી છે. તેમના શરીરમાંથી હુમલા બાદ લોહી વહી રહ્યું હતું. ગોળી વાગ્યા બાદ તેઓ ત્યાં જ ઢળી પડ્યા અને શરીરમાંથી લોહી વહેવા લાગ્યું હતું. તેમને તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડાયા. હાલ આબેની હાલત ગંભીર છે

હુમલા બાદના કેટલાક વીડિયો પણ સામે આવ્યા છે. જેમાં ભાગદોડની સ્થિતિ જોવા મળી રહી છે. અત્રે જણાવવાનું કે શિંજો આબેએ વર્ષ 2020માં પ્રધાનમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. તેમણે સ્વાસ્થ્ય સારૂ ન રહેતું હોવાના કારણે રાજીનામું આપ્યું હતું. તેઓ લાંબા સમયથી બીમાર હતા.

error: