Satya Tv News

સુપ્રિમ કોર્ટે Alt Newsના સહ-સ્થાપક મોહમ્મદ ઝુબેરને તેમની સામે સીતાપુર, ઉત્તર પ્રદેશમાં નોંધાયેલા કેસમાં વચગાળાના જામીન આપ્યા છે. ઉલ્લેખનીય છે કે, અલ્હાબાદ હાઈકોર્ટના આદેશને પડકારતી ઝુબેરની અરજી પર યુપી પોલીસને પણ નોટિસ જાહેર કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, ભડકાઉ પોસ્ટ કરવા બદલ ધરપકડ કરાયેલા ફેક્ટ ચેકર અને પત્રકાર મોહમ્મદ ઝુબેરે જામીન માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. ફેક્ટ ચેકરના વકીલ વતી અર્જન્ટ બેલ માટેની અરજી દાખલ કરવામાં આવી છે. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, ઝુબેરને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે.

error: