Skip to main content

Satya Tv News

પત્ની સાથે આડા સંબંધ હોવાની શંકા વચ્ચે મિત્ર નું મર્ડર કર્યું
રેલવે લાઇન ની બાજુમાં આવેલી તલાવડી પાસેથી મૃતદેહ મળી આવ્યો હતો
હત્યારા મિત્ર સુરેશ ઉર્ફે દબંગે સીમમાં ઝઘડો કરી ગળું દબાવી મોતને ઘાત ઉતાર્યો
ટ્રેકટરમાં લાશ મૂકી કલમ ગામની સીમમાં ફેંકી ધીધી હતી

વાગરા તાલુકામાં આડાસંબંધના વહેમમાં હત્યા કરાઈ હોવાનું બહાર આવ્યુ છે.દશ દિવસ પહેલા કલમ ગામની સીમમાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ ડીકમ્પોઝ હાલતમાં મળી આવ્યો હતો.આ અંગે વાગરા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. ગુનાની ગંભીરતા ને લઈ વાગરા પોલીસ તેમજ ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ એ તપાસ હાથ ધરી હતી.આ અંગે મીડિયામાં હત્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.

વાગરા ની કલમ ગામની સીમમાંથી અજાણ્યા યુવક નો ડીકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.મીડિયા એ પોતાના અહેવાલોમાં મૃતક ની હત્યા કરાઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.જેને પગલે પોલીસે મૃતદેહની તપાસ ને વેગવંતી બનાવવામાં આવતા મૃતક મહીસાગરના ઝનોર ગામનો જયેશ તડવી હોવાનું બહાર આવ્યુ હતુ.પોલીસે ઊંડાણ પૂર્વક તપાસ શરૂ કરતા સમગ્ર મામલાનો ભેદ ઉકેલાયો હતો.ભરૂચ LCB એ મૂળ સાબરકાંઠાના રહેવાસી અને હાલ વાગરાના જણીયાદરા ગામે રહેતા સુરેશ વસાવાની ધરપકડ કરી હતી.આરોપી સુરેશ વસાવા અને મૃતક જયેશ તડવી બન્ને વચ્ચે મિત્રતાના સંબંધો હતા.મૃતક જયેશ તડવી અવારનવાર સુરેશના ઘરે આવતો હતો.જેના કારણે જયેશ તડવીના તેની પત્ની સાથે આડા સંબંધ હોવાની શંકા ગઇ હતી.થોડા સમય બાદ જયેશ તેના વતન પહોંચી ગયો હતો.પરંતુ ત્યાંથી પરત ફરતા તેની શંકા વધુ ઘેરી બની હતી.મૃતક જયેશ તડવી તારીખ ૨૫ જૂનના રોજ પરત વાગરાના જણીયાદરા ગામે આવતા આ બાબતે બન્ને વચ્ચે ફરી એકવાર ઝઘડો થયો હતો.ગામની સીમમાં લઈ જઈ ગળું દબાવી સુરેશે જયેશની હત્યા કરી દીધી હતી.બાદમાં મૃતદેહને ટ્રેક્ટરમાં મૂકી કલમ ગામ નજીક દહેજ રેલ્વે ટ્રેક પાસે ફેંકી દીધો હતો.પોલીસે આ મામલામાં સુરેશ ઉર્ફે દબંગ વસાવાની ધરપકડ કરી તેની સામે હત્યા નો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

જર્નાલિસ્ટ ઝફર ગડીમલ સત્યા ટીવી વાગરા

error: