Satya Tv News

નેત્રંગ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં પુસ્તકાલયની સ્થાપના કરી

પુસ્તકલાયનો લાભ ડેડિયાપાડા અને નેત્રંગ આમ બે તાલુકા ને થશે

પુસ્તકાલયમાં ગુજરાતી,હિન્દી અને અંગ્રેજી ના પુસ્તકો ઉપલબ્ધ

અદાણી ફાઉન્ડેશન દ્ધારા સુવિધા સજ્જ લાયબ્રેરી બનાવવાનું નક્કી કરાયુ

           ગ્રામીણ વિસ્તારમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતાં યુવાનોને ઘર આંગણે સુવિધા મળે એ આશયથી અદાણી ફાઉન્ડેશન, દહેજ દ્વારા ભરૂચ ના અંતરિયાળ થવા ગામમાં સંપૂર્ણ સુવિધાયુક્ત લાઈબ્રેરી ની સ્થાપના કરી હતી, પુસ્તકલાયનો લાભ થવા ઉપરાંત ડેડિયાપાડા અને નેત્રંગ તાલુકાના ૧૫૦૦ થી વધુ વિદ્યાર્થીઓને યુપીએસસી, જીપીએસસી,રેલવે,બેંકિંગ અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવામાં મદદરૂપ બનશે. 



               નેત્રંગ તાલુકાના થવા અને આસપાસના ગામોના ૧૦૦ થી વધુ વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગ લેતા હોય છે.પરંતુ આર્થિક સ્થિતિ અને વાંચન સામગ્રીની સુવિધાના અભાવે પરીક્ષાઓમાં ઉત્તમ પ્રદર્શન કરી શકતા ન હતા.જે બાબત ને ધ્યાને લઇ અદાણી ફાઉન્ડેશન દ્ધારા સુવિધા સજ્જ લાયબ્રેરી બનાવવાનું નક્કી કરાયુ હતુ.ગામડાઓનું યુવાધન સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી સુપ્રેરે કરી શકે એ માટે સંદર્ભ સાહિત્ય સાથે ની પુસ્તકાલયમાં ગુજરાતી,હિન્દી અને અંગ્રેજી ના પુસ્તકો ઉપલબ્ધ કરાવાયા છે.જેમાં અભ્યાસક્રમ ના પુસ્તકો ઉપરાંત જનરલ નોલેજ,મહાન વ્યક્તિઓના જીવનચરિત્ર, નવલકથાઓ અને અખબારો નો સમાવેશ કરાયો હતો.આજના લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન અદાણી  ફાઉન્ડેશન,દહેજ દ્વારા પુસ્તકાલયમાં વધુ પુસ્તકોની સાથે સમયાંતરે વિષય નિષ્ણાંત વક્તા અને સલાહકારોની શિબિરનું પણ આયોજન કરવામાં આવશે ની જાહેરાત કરવામાં આવી હતી.અદાણી ફાઉન્ડેશનો ઉદ્દેશ્ય પરીક્ષાઓ પાસ કરનારા વિદ્યાર્થીઓને મદદરુપ થવાની સાથે સામાજિક સ્તર ઊંચુ લાવવાનો છે.


     આ પ્રસંગે હજીરા અને દહેજ અદાણી પોર્ટના સીઈઓ અનિલ કિશોર સિંહ દ્ધારા પુસ્તકલાયનું રિબન કાપીને ઉદ્દઘાટન કર્યું હતુ.પુસ્તકલાયનો લાભ થવા ઉપરાંત ડેડિયાપાડા અને નેત્રંગ તાલુકાના ૧૫૦૦ થી વધુ વિદ્યાર્થીઓને યુપીએસસી, જીપીએસસી,રેલવે,બેંકિંગ અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવામાં મદદરૂપ બનશે. 

                 આ તબક્કે એસએસસી અને એચએસસીમાં પ્રથમ આવનાર વિદ્યાર્થીઓ અને પોલીસ ભરતી પરીક્ષામાં સારા માર્ક પ્રાપ્ત કરનાર સ્થાનિક યુવાનોનું સન્માન કરવામાં આવ્યુ હતુ.કાર્યક્રમમાં અદાણી પોર્ટ દહેજના સીઇઓ જગદિશ પટેલ,ટ્રસ્ટી  યોગેશભાઇ જોશી,મંત્રી માનસિંહભાઇ,ટ્રસ્ટી રાજેંદ્ર્સિંહ માંગરોલા,આચર્યા મનમોહનસિંગ યાદવ,શિક્ષકો અને અદાણી ફાઉન્ડેશનના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા.

વિડીયો જર્નાસ્લીટ મિતેષ આહીર સત્યા ટીવી નેત્રંગ

error: