Skip to main content

Satya Tv News

દેશમાં હવે રોપવે બગડવાની કે અધવચ્ચે અટકી જવાની ઘટનાઓ વધી રહી છે જે એક ગંભીર સમસ્યા છે. ઉત્તરાખંડમાં ફરી વાર રોપવે અટકવાની ઘટના સામે આવી છે. રવિવારે ટિહરીમાં મોટી દુર્ઘટના ટળી હતી. અહીંના સુરકંડા દેવી મંદિરની રોપ-વે ટ્રોલી અચાનક બંધ થઈ ગઈ. આ ઘટના બાદ લગભગ 45 મિનિટ સુધી લોકો હવામાં લટકી રહ્યા હતા.

રોપવે લગભગ 45 મિનિટ સુધી હવામાં અટકી પડી હતી આને કારણે તેમાં સવાર 70 લોકોના ગભરાટમાં આવી ગયા હતા જોકે સત્તાવાળાઓ દ્વારા તાકીદના ધોરણે રેસ્ક્યૂ ઓપરેશન કરીને તેમને સહિસલામત બહાર કાઢી લેવામાં આવ્યાં હતા જેને કારણે એક મોટી દુર્ઘટના થતા બચી ગઈ હતી.

error: