Satya Tv News

બિહારના છપરાના કોપા મરહા નદીના કાંઠે આવેલા સ્મશાનમાંથી એક હચમચાવી નાખતી ઘટના સામે આવી છે. અહીં અમુક મહિલાઓ લાકડા વીણવા ગઈ હતી. આ દરમિયાન તેમણે ત્યાં તાજો ખોદેલો ખાડો જોયો અને ત્યાંથી પસાર થતા માટીમાં હલચલ થતી જોઈ. આ જોઈને મહિલાઓ ડરી ગઈ. બાદમાં અમુક મહિલાઓએ હિમ્મત કરીને જમીન ખોદી તો અંદરથી એક ત્રણ વર્ષની બાળકી નિકળી. જેવું મહિલાઓએ માટીમાંથી બાળકીને બહાર કાઢી તો, બાળકી લાંબા લાંબા શ્વાસ લેવા લાગી. બાળકીના મોંમાં માટી ભરાયેલી હતી. તે જોર જોરથી દમ ભરવા લાગી. ચિસો પાડી પાડીને રડવા લાગી. ત્યારે આ મહિલાઓએ જેમ તેમ કરીને તેને ચૂપ કરાવી અને પાણી પિવા માટે આપ્યું. જે બાદ આ બાળકી થોડી સામાન્ય થઈ. પછી મહિલાઓએ તે બાળકીનું નામ પુછ્યું તો તેણે લાલી નામ જણાવ્યું.સાથે જ લાલીએ પોતાની કાલીઘેલી ભાષામાં જે જવાબ આપ્યો તે સાંભળીને આપને માણસાઈ પરથી ભરોસો ઉઠી જશે. આ સાંભળીને તો આપણી કહેવત પણ ખોટી સાબિત થશે, કહેવાય છે ને કે માવતર ક્યારેય કમાવતર ન થાય. આ ઘટના વિશે વાંચ્યા બાદ આપને લાગશે, આવી બધી વાતો ખોખલી છે, આપને લાગશે આ બધી વાતો ખાલી દુનિયાને બતાવવા માટે છે, હકીકતમાં સચ્ચાઈ કંઈક અમુક કેસમાં જુદી જ હોય છે.

હકીકતમાં જોઈએ તો, લાલીએ આ મહિલાઓને જે બતાવ્યું તે મુજબ તેની માતા અને તેની નાનીએ પહેલા તેનું ગળું દબાવ્યું ને બાદમાં તેના મોમાં માટી ઠુસી દીધી અને જમીનમાં દાટી દીધી. એતો સારુ થયું કે, આ મહિલાઓ ત્યાંથી પસાર થઈ અને બાળકી બચી ગઈ. મહિલાઓ સ્મશાનમાં લાકડા વીણવા માટે ગઈ હતી. તાજો ખોદેલો ખાડો જોઈ ત્યાંથી પસાર થતા જમીનમાં થોડી હલચલ થઈ, તો આ મહિલાઓ ખાડો ખોદ્યો અને અંદરથી માસૂમને બહાર કાઢી. ત્રણ વર્ષની માસૂમ સાથે જ થયું એ તો તેણે બતાવ્યું પણ તે ક્યા ગામની છે, તે ન બતાવી શકી. માટીની નીચે દબાયેલી બાળકી ખૂબ જ જખ્મી થઈ ગઈ હતી. બાદમાં પોલીસને બોલાવી અને આ બાળકીને હોસ્પિટલમાં લઈ જવામાં આવીપોલીસે જ્યારે બાળકી સાથે વાત કરી તો, પોતાનું નામ લાલી બતાવ્યું. લાલીએ પોતાના પિતાનું નામ રાજૂ શર્મા અને માતાનું નામ રેખા દેવી જણાવ્યુ. લાલીએ કહ્યું કે, મા અને નાનીએ કહ્યું હતું કે, તે તેને ફરવા માટે લઈ જઈ રહી છે. આવું બહાનું બનાવીને મને લાવ્યા અને મારુ ગળુ દબાવી દીધું. મેં બૂમો પાડી તો મારા મોઢામાં માટી નાખી દીધી. પોલીસે જણાવ્યું હતું કે, બાળકીના જણાવ્યા અનુસાર તેના માતા-પિતાની શોધ થઈ રહી છે.

error: