Satya Tv News

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 245 તાલુકાઓમાં વરસાદે રમઝટ બોલાવી છે. જેમાં સૌથી વધુ 21.5 ઈંચ વરસાદ ડેડિયાપાડામાં ખાબક્યો છે.

જ્યારે તિલકવાડામાં 20.5 ઇંચ, ઉમરપાડામાં 17.5 ઇંચ વરસાદ, સાગબારામાં 17 ઇંચ, કપરાડામાં 16 ઇંચ વરસાદ, જાંબુઘોડામાં 15.5 ઇંચ, ગરુડેશ્વરમાં 15 ઇંચ વરસાદ, નાંદોદમાં 14 ઇંચ, ડાંગમાં 13 ઇંચ વરસાદ નોંધાયો છે.તો સુબિરમાં 12 ઇંચ, ધરમપુરમાં 10 ઇંચ, ગોધરામાં 10 ઇંચ, ઉચ્છલમાં 9.5 ઇંચ વરસાદ, સોનગઢમાં 9 ઇંચ, માંગરોળમાં 8.25 ઇંચ, સંખેડામાં 7.5 ઇંચ, ઉમરગામમાં 7.5 ઇંચ, વઘઇમાં 7 ઇંચ અને નસવાડીમાં 7 ઇંચ વરસાદ ખાબક્યો છે.

વધુમાં તમને જણાવી દઇએ કે, રાજ્યમાં આજ સવારના 6થી 8 વાગ્યા સુધી 74 તાલુકામાં વરસાદ મન મૂકીને વરસ્યો છે. જેમાં સૌથી વધુ કચ્છના અંજારમાં 2.5 ઈંચ વરસાદ નોંધાયો છે.બીજી બાજુ ડોલવણ અને રાજકોટમાં પણ 2.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. તો નખત્રાણા અને ઉમરાળામાં 1.5 ઈંચ વરસાદ વરસ્યો. જ્યારે મોરબી, વઘઈ, ડેડિયાપાડા અને કલાવડમાં 1-1 ઈંચ વરસાદ વરસ્યો છે.

error: