છેલ્લા ચાર દિવસથી હાંસોટ તાલુકા માં વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે આજુબાજુના તાલુકામાં પણ વઘુ વરસાદ પડતાં નર્મદા નદી તથા કીમ નદીમાં પાણી નું જળસ્તર સતત વઘતા હાંસોટ તાલુકાના કીમ નદી નજીક ના ગામોમાં ભય વઘતા હાંસોટ તાલુકાના ચાર ગામો કઠોદરા – પાંજ રોલી-ઓભા તથા આસરમા ગામના 405 જેટલા અસરગસ્તો ને સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી હાંસોટ તાલુકાના મામલતદાર હાર્દિક બેલરીયા તથા સ્ટાફ તથા ગામના સરપંચ તથા તલાટી ની મદદ થી કરાઇ રહી છે. તમામને ગામની પ્રાથમિક શાળામાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવનાર છે. જેમાં કઠોદરા માથી 54 પાંજરોલી માંથી 107 ઓભા ગામેથી 96 તથા આસરમા ગામેથી 148 મળી કુલ 405 અસરગ્રસ્તો ને સલામત સ્થળે ખસેડવામાં આવનાર છે. તાલુકા નો સિઝન નો 30 ટકા વરસાદ તો ચાર દિવસ માં જ પડી ગયો છે. આ લખાય છે ત્યાં સુધી 462 મી. મી વરસાદ પડી ગયો છે. આમ લગભગ 18 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્ય છે


