જમ્મુ કાશ્મીરમાં મંગળવારે સાંજે શ્રીનગરના લાલ બજારમાં આતંકી હુમલો થયો હતો. આ હુમલામાં એક એએસઆઈ શહીદ થયા હતા જ્યારે બે જવાન ઘાયલ થયા હતા. મળતી માહિતી પ્રમાણે આ આતંકી હુમલો પોલીસ ટીમ પર થયો હતો. શહીદ થયેલા એએસઆઈનું નામ મુશ્તાક અહમદ છે. શ્રીનગર શહેરના બહારના વિસ્તારમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ઘાયલ પોલીસકર્મીઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે પોલીસ અને સેના સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. તેમના જણાવ્યા અનુસાર ઘાયલ પોલીસકર્મીઓમાં એક હેડ કોન્સ્ટેબલ અને એક એસપીઓ સામેલ છે.
પુલવામાં એક મોટો આતંકી હુમલો ટળી ગયો છે. ચીનાર વોરિયર્સના જવાનોને પુલવામાના ચોધરી બાગ રોડ પરથી 5kg LPG સિલિન્ડર અને 5kg વિસ્ફોટક મળ્યાં હતા. આતંકીઓએ ચોધરી બાગ રોડ પર એક ઠેકાણે આ વિસ્ફોટકો છુપાવી રાખ્યાં હતા અને સદનસીબે બહાદુર જવાનોએ તેને ઝડપી પાડ્યો હતો. આને કારણે મોટી આતંકી ઘટના ટળી ગઈ હતી