દુનિયાના સૌથી અમીર શખ્સ એલન મસ્કને ડબલ ઝટકો લાગ્યો છે. મસ્કના સ્પેસએક્સ પ્રોજેક્ટને નુકસાન થયું હોવાનું સામે આવી રહ્યું છે. ટેક્સાસમાં ટેસ્ટિંગ દરમિયાન બૂસ્ટર રોકેટ બ્લાસ્ટ સાથે ફાટી ગઈ છે. જો કે, આ બ્લાસ્ટમાં કોઈ જાનહાની થઈ નથી. આ રોકેટનો ઉપયોગ આ વર્ષના અંતમાં થનારી મિશન માટે થવાની હતી. રોકેટનું ફાટવું એલન મસ્ક માટે મોટો ઝટકો છે. કારણ કે આ તેનો ડ્રિમ પ્રોજેક્ટ છે. આ ઘટના પર એલન મસ્કે ટ્વિટ કર્યું છે. તેમણે લખ્યું છે કે, હકીકતમાં આ સારૂ નથી થયું. ટીમ નુકસાનનું વિવરણ કરી રહી છે
એલન મસ્કને જે બીજો ઝટકો મળ્યો છે તેમાં ટ્વિટર મસ્ક વિરુદ્ધ ફરિયાદ કરતા કેસ કર્યો છે. આપને જણાવી દઈએ કે, મસ્કે ટ્વિટર ખરીદવા માટે 44 અબજ ડોલરની ડીલ રદ કરી દીધી છે. એલન મસ્કના આ પગલા બાદ ટ્વિટરે જાહેરાત કરી હતી કે, તે ટેસ્લાના સીઈઓ પર કેસ કરવા જઈ રહ્યા છે. ટ્વિટરના અધ્યક્ષ બ્રેટ ટેલરે એક ટ્વિટમાં કહ્યું હતું કે, બોર્ડ મસ્કની સાથે સહમત કિંમત અને શરતો પર લેવડદેવડ બંધ કરવા માટે કટિબદ્ધ છે અને વિલય કરારને લાગૂ કરવા માટે કાયદાકીય કાર્યવાહી કરવાનો પ્લાન બનાવી રહી છે.