રેવન્યુ ઇન્ટેલિજન્સ ડિરેક્ટોરેટએ દાવો કર્યો છે કે, મોબાઈલ કંપની ઓપ્પો ઈંડિયાએ 4389 કરોડ રૂપિયાની ટેક્સ ચોરી કરી છે. આપને જણાવી દઈએ કે, ઓપ્પો ચીનની મોબાઈલ કંપની છે. આ વર્ષે મેમાં ઓપોની કેટલીય ઓફિસ પર ઈડીએ દરોડા પાડ્યા હતા.
PIB એ એક પ્રેસ રિલિઝમાં પણ ડીઆરઆઈની આ કાર્યવાહી અંગે જાણકારી આપવામાં આવી છે. રિલીઝમાં કહેવાયુ છે કે, દરોડા દરમિયાન ડીઆરઆઈની ટીમને ઓપ્પો ઈંડિયાની ઓફિસોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. ઓપ્પો ઈંડિયાના મેનેજમેન્ટ સાથે જોડાયેલા અધિકારીઓના ઘર પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા.
આ અગાઉ પણ ચીનની અન્ય એક કંપની વીવો પર પણ ટેક્સ ચોરીનો આરોપ લાગ્યો છે. ઈડીની એક તપાસમાં ખુલાસો થયો છે કે, વીવોની ભારતીય એકમે ટેક્સ દેણદારીથી બચવા માટે પોતાના ટર્નઓવરમાં અડધો ભાગ ભારતની બહાર મોકલ્યો. આ રકમ લગભગ 62 હજાર કરોડ રૂપિયાથી પણ વધારે છે. તપાસ દરમિયાન રકમ મોટા ભાગની ચીનમાં મોકલવામાં આવી છે. એપ્રિલમાં જ ઈડીએ શાઓમીના બેંક ખાતામાં જમા 5551 કરોડ રૂપિયા ફ્રીઝ કર્યા હતા.